છિંદવાડામાં દવા લખનારા ડોકટરની ધરપકડ: ઉત્તરાખંડ, ગુજરાતમાં પણ તપાસ
નવી
દિલ્હી, તા.5 : મધ્યપ્રદેશમાં, વિવાદાસ્પદ કફસિરપથી બાળકોના મૃત્યુના કિસ્સા વધી રહ્યા
છે. આ દવાએ હવે બેતુલમાં હાહાકાર મચાવ્યો છે, જ્યાં કફ સિરપના સેવન બાદ બે બાળકનાં
મોત થયાં હતાં. અગાઉ, છિંદવાડામાં કફ સિરપ પીધા પછી 14 બાળકનાં મોત થયાં હતાં. છિંદવાડાના
એડીએમ ધીરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ (જુઓ પાનું 10)
ટીમ
(સીટ)ની રચના કરવામાં આવી છે. તે દવાની સપ્લાય
ચેઇન અને ઉત્પાદન પ્રક્રિયાની તપાસ કરવા માટે તમિલનાડુ જશે. દરમ્યાન, છિંદવાડામાં આ કફસિરપ લખનારા ડોક્ટર પ્રવીણ સોની સામે ગઈ રાતે એફઆઈઆર બાદ આજે તેની ધરપકડ
કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશ
અને રાજસ્થાનમાં બાળકોનાં મોત બાદ કફ સિરપ સામે ઊઠી રહેલા સવાલો વચ્ચે તામિલનાડુમાં
ઔષધિ તંત્ર (એફએસડીએ)એ કાંચીપુરમની શ્રીસન ફાર્મા કંપનીના ‘કોલ્ડ્રીફ’ કફ સિરપના નમૂના
લીધા હતા તેમાં ખતરનાક રસાયણ ડાઈએથિલિન ગ્લાઈકોલ (ડીઈજી) મળી આવ્યું હતું. આ એ જ સિરપ
છે જેના સેવન બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોનાં મોત થયાં હતાં.
તામિલનાડુ,
મધ્યપ્રદેશ અને કેરળ સરકારે આ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજસ્થાનમાં
વધુ એક કફ સિરપ અને તેની કંપનીને પ્રતિબંધિત કરવામાં આવી હતી. ઉત્તરાખંડમાં પણ કફ સિરપની
તપાસ માટે દરોડાની કામગીરી શરૂ થઈ હતી. દિલ્હી સરકારનો સ્વાસ્થ્ય વિભાગ પણ સતર્ક બન્યો
છે.
દરમ્યાન,
ગુજરાતમાં પણ વેચાણમાં રહેલી કફ સિરપમાં કોઈ હાનિકારક તત્ત્વની હાજરી અંગે તપાસના આદેશ
આપવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે
અન્ય રાજ્યમાં બાળકોનાં મોત બાદ તપાસના દાયરામાં આવેલી કંપનીઓ સરકારના દવા ખરીદીના
એકમની ખરીદાર સૂચિમાં નથી.