• સોમવાર, 10 નવેમ્બર, 2025

ખાનગી કંપનીઓ પણ બનાવશે મિસાઈલ, દારૂગોળો

ઓપરેશન સિંદૂરથી શીખ, લાંબા ગાળાનો ઉદ્દેશ ધ્યાને લેતાં સરકારનો નિર્ણય

નવી દિલ્હી, તા.પ : ઓપરેશન સિંદૂરથી સીખ લેતાં ભારતે લાંબા ગાળે પોતાનીસંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા મિસાઇલો, આર્ટિલરી શેલ, દારૂગોળો અને શસ્ત્રોના વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રે ખાનગી ક્ષેત્ર માટે દરવાજા ખોલી નાંખ્યા છે. જેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે લાંબા યુદ્ધ અથવા લશ્કરી કાર્યવાહી દરમિયાન દેશને શસ્ત્રોની અછતનો સામનો ન કરવો પડે.

સૂત્રોના અનુસાર, રેવન્યુ પ્રોક્યોરમેન્ટ મેન્યુઅલમાં સુધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત કોઈપણ ખાનગી કંપનીને દારૂગોળો ઉત્પાદન એકમ સ્થાપતા પહેલા રાજ્ય માલિકીની મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ (એમઆઈએલ) પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાની જરૂર રહેશે નહીં. આ ફેરફાર સાથે ખાનગી ક્ષેત્ર હવે 105 મિમી,  130 મિમી અને 150 મિમી આર્ટિલરી શેલ, પિનાકા મિસાઇલો, 1000 હબ બોમ્બ, મોર્ટાર બોમ્બ, હેન્ડ ગ્રેનેડ અને મધ્યમ અને નાના કેલિબર કારતૂસ જેવા ઓર્ડનન્સનું ઉત્પાદન કરી શકશે.

સંરક્ષણ મંત્રાલયે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ને પત્ર લખ્યો છે જેમાં સૂચવવામાં આવ્યું છે કે મિસાઇલ વિકાસ અને એકીકરણનું ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે. અત્યાર સુધી આ ક્ષેત્ર સરકારી માલિકીની કંપનીઓ ભારત ડાયનેમિક્સ લિમિટેડ (બીડીએલ) અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ) સુધી મર્યાદિત હતું.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025