અમદાવાદ, તા. 5: ‘શક્તિ’ ચક્રવાત અત્યારે અરબ સાગર પર ઝળુંબી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આની અસર આગામી સમયમાં જોવા મળશે. જેને લઈ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત આજથી 5 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા પણ દર્શાવી છે. અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું ત્રણ કલાકની પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જેના પગલે દરિયા કિનારે ભારે પવન ફુંકાવાની શક્યતા છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્ય પર હાલ દરિયામાં ઉદ્ભવેલું ચક્રવાત ‘શક્તિ’ની અસર જોવા મળી રહી છે. શક્તિ વાવાઝોડું 3 કલાકની પ્રતિ સ્પીડથી આગળ વધી રહ્યું છે. જો કે, આવતીકાલ બાદ શક્તિ વાવાઝોડું ધીમું પડશે. આ વાવાઝોડાને લીધે ગુજરાતના દરિયા કિનારે કઈજ 3 ઉત્તરમાં અને ઉઠ2 દક્ષિણ ગુજરાતના દરિયા માટે સિગ્નલ જાહેર કરવામાં આવ્યા છે. હાલ શક્તિ વાવાઝોડું ઓમાનથી 220 કિમી દૂર છે. જે પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ ધપી રહ્યું છે. આ ચક્રવાતને લીધે અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી છે.
બે
દશકમાં વાવાઝોડાના આવર્તનમાં 52%નો વધારો
કોંગ્રેસે
ચક્રવાત અંગે મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી નક્કર
પગલા લેવાની માગ કરી
અમદાવાદ,
તા. 5: ગુજરાત રાજ્યના દરિયાઈ તટ ઉપર છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ચક્રવાતનો સામનો કર્યો
છે. પહેલા રિસર્ચ મુજબ છેલ્લા બે દશકમાં વાવાઝોડાના આવર્તનમાં 52 ટકાનો વધારો થયો છે,
જ્યારે વાવાઝોડાના સમયગાળામાં 80 ટકાનો વધારો અને તીવ્રતામાં 20 થી 40 ટકાનો વધારો
જોવા મળ્યો છે, જ્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડામાં 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ
સંજોગોમાં સરકાર અને પર્યાવરણ વિભાગે આવનારા સમયમાં ચિંતા કરવી જોઈએ સાથે મૌસમ વિજ્ઞાનિક,
સમુદ્રી નિષ્ણાત, પર્યાવરણવિદ અને પ્રકૃતિ પ્રેમીઓ જોડે સંવાદ સ્થાપી અને નક્કર પગલાં
લેવા જોઈએ તેવી કોંગ્રેસ માગ કરી છે.
રાજીવ
ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તાને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાએ જણાવ્યું
કે જ્યારે શક્તિ નામનું વાવાઝોડાં ગુજરાતના દરિયાકિનારે દસ્તક આપી રહ્યું છે ત્યારે
છેલ્લા કેટલાક સમયથી અરબી સમુદ્ર ચક્રવાતોનું હોટસ્પોટ બની રહ્યું છે. ભારતની આજુબાજુના
દરિયાઈ કિનારાનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, સામાન્ય રીતે બંગાળની ખાડીમાં વધુ ચક્રવાતો
જોવા મળતા હતા. ગુજરાત રાજ્યના દરીયાઈ તટ ઉપર
છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ચક્રવાતનો સામનો કર્યો છે. પહેલા રિસર્ચ મુજબ છેલ્લા બે દશકમાં
વાવાઝોડાંના આવર્તનમાં 52 ટકાનો વધારો થયો છે, જ્યારે વાવાઝોડાના સમયગાળા માં 80 ટકાનો
વધારો અને તીવ્રતામાં 20 થી 40 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે બંગાળની ખાડીમાં
વાવાઝોડાંમાં 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.