વિકાસ કેમ થાય છે તે સમજાવનાર અમેરિકાના બે અને યુકેના એક અર્થશાત્રીને સન્માન
સ્ટોકહોમ,
તા. 13 : બે ભારતીયોને મળી ચૂક્યો છે તેવા અર્થશાત્રના નોબેલ પુરસ્કારથી આ વખતે બે
અમેરિકી અર્થશાત્રી જોએલ મોકિર, પીટર હાવિટ અને યુકેના ફિલિપ એગિયોનને સન્માનિત કરાયા
હતા.
આ અર્થશાત્રીઓએ
બતાવ્યું હતું કે, ઈનોવેશન (સંશોધન)થી કેવી રીતે આર્થિક વિકાસનો માર્ગ ખૂલે છે, ગતિભેર
બદલતી ટેકનિક આપણા સૌ પર અસર કરે છે.
ઉત્પાદન
માટે નવા ઉપાય જૂનાનું સ્થાન લેતા રહે છે. આ પ્રક્રિયા કદી ખતમ નથી થતી. એ જ આર્થિક
વિકાસનો આધાર છે.
વિજેતાઓને
1.10 કરોડ સ્વીડિશ ક્રોના એટલે કે, 10.30 કરોડ રૂપિયા રોકડા પુરસ્કાર સાથે સુવર્ણ ચંદ્રક અને પ્રમાણપત્ર મળશે. નોબેલ સમિતિએ
નોંધ્યું હતું કે, જોએલ મોકિરે ઈતિહાસ જોઈને લગાતાર આર્થિક વિકાસ કેમ થાય છે, તે બતાવ્યું.
ફિલિપ
એગિયોન અને પીટર હોવિટે સતત આર્થિક વિકાસ કેમ થાય છે, તે બતાવવાની કોશિશ કરી હતી. આ
બન્ને અર્થશાત્રીએ 1992માં એક મોડેલ બનાવ્યું.
જેને ક્રિએટિવ ડિસ્ટ્રક્શન એટલે કે, રચનાત્મક વિનાશ કહેવાયું હતું.