• સોમવાર, 10 નવેમ્બર, 2025

બોટાદનાં હડદડમાં પોલીસ-ખેડૂતોના ઘર્ષણ બાદ શાંતિ

આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા-પ્રવીણ રામ સહિત 85 સામે Bિઍંછ : 50થી વધુ વાહનો પણ ડિટેઈન

જિલ્લા ભાજપ પ્રમુખે મુલાકાત લઇ નિર્દોષ ગામ લોકોને છોડવાની માગ કરી : રેન્જ આઈજીએ પણ ગામની મુલાકાત લઈ સ્થિતિ અંગે સમીક્ષા કરી

(ફૂલછાબ ન્યુઝ)

બોટાદ, તા.13: બોટાદ કોટન યાર્ડમાં કડદા વિવાદ અને કપાસ મુદ્દે સર્જાયેલી ઉથલપાથલ પછી હડદડ ગામમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે. કોટન યાર્ડ ખાતે યોજાયેલી મિટિંગ દરમિયાન થયેલા બબાલ અને ઘર્ષણ બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. બોટાદ પોલીસ, એલ.સી.બી. તથા રિઝર્વ પોલીસ દળો હજી પણ હડદડ ગામમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.

ઘટનાક્રમ મુજબ કપાસનાં કડદા વિવાદને લઈ ખેડૂત મહાપંચાયતનું આયોજન મૂળ બોટાદ  કપાસ કોટન યાર્ડ ખાતે થવાનું હતું પરંતુ કોઈ જાણકારી વિના કેટલાક તત્વોએ હડદડ ગામ તરફ મોરચો ફેરવી દીધો હતો અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ગામના સામાન્ય લોકો માત્ર જોવા માટે ત્યાં ગયા હતા પરંતુ અનિચ્છનીય પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. પરિણામે હડદડના કેટલાક નિર્દોષ લોકો પર કાર્યવાહી થઈ હતી, જેમાં ઘણા નિર્દોષ લોકો પણ દંડાયા હતા. આ મામલે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે પણ હડદડ ગામની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે બોટાદ એસપી સમક્ષ રજૂઆત કરી હતી કે હડદડના નિર્દોષ લોકો વિરુદ્ધ થયેલી કાર્યવાહી રદ કરીને તેમને મુક્ત કરાય એવી માંગ કરવામાં આવી હતી. ઉપરાંત રેન્જ આઈ.જી એ પણ હડદડ ગામની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિ અંગે સ્થાનિક પોલીસ અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. અને હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે, જેથી ફરી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય.

પોલીસે આ મામલે સખત કાર્યવાહી કરી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને મુખ્ય આરોપી બનાવાયા છે. જ્યારે આ બન્ને સહિત 85 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમા હત્યાનો પ્રયાસ અને ષડયંત્ર રચ્યાની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં 50થી વધુ વાહનો પણ ડિટેઈન કર્યા છે.

ગામમાં કોઇ ખેડૂત મહાપંચાયત યોજવાનું આયોજન ન હતું : સરપંચ

હડદડ ગામના સરપંચ સોમાભાઈ જમોડે આ ઘટનાને વખોડી કાઢી જણાવ્યું હતું કે, અમારા ગામમાં કોઈ ખેડૂત મહાપંચાયત યોજવાનો કાર્યક્રમ હતો જ નહીં બહારના લોકો આવી અશાંતિ મચાવી ગયા અને અમારા ગામના લોકો અનાયાસે ભોગ બન્યા છે.

માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ

છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા કડદા વિવાદને કારણે બે દિવસ કોટન યાર્ડ બંધ રહ્યા બાદ આજે ફરી ધમધમી ઉઠયું હતું. ખેડૂતોમાં ફરી ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે આજે યાર્ડમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે કપાસની હરાજીની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આશરે 10000થી વધુ મણ કપાસની આવક નોંધાઈ હતી, જે ખેડૂતો માટે રાહતભર્યું દૃશ્ય હતું. આજના દિવસે ખેડૂતોને 1050થી 1560 પ્રતિમળ જેટલા ભાવ મળ્યા હતા. અગાઉ થયેલા તણાવ અને ઘર્ષણ પછી આજે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓએ સવારે જ સમગ્ર વ્યવસ્થા સંભાળી લીધી હતી. પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ખેડૂતો પણ શાંતિ અને સંતુષ્ટિ સાથે પોતાના પાકની હરાજીમાં જોડાયા હતા યાર્ડમાં હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવામાં આવશે અને યાર્ડમાં સુરક્ષા તથા પારદર્શિતા જળવાશે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025