• સોમવાર, 10 નવેમ્બર, 2025

ચીન, પાક. ચોરીછૂપે અણુ પરીક્ષણો કરે છે : ટ્રમ્પનો ધડાકો

ભારત માટે ગંભીર ચિંતાનો વિષય: પોખરણ-3 માટેનો દરવાજો ટ્રમ્પે ખોલી દીધો?:

ટ્રમ્પે કહ્યું, દુનિયાને 150 વખત તબાહ કરવા જેટલા અણુશત્રો છે અમારી પાસે

 

વોશિંગ્ટન,તા.3: પરમાણુ શત્રોનાં પરીક્ષણનો આદેશ આપીને દુનિયામાં ભયનો માહોલ સર્જી દેનાર અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વધુ એક ચોંકાવતો અને ચિંતા પેદા કરતો દાવો કરીને કહ્યું છે કે, રશિયા અને ઉત્તર કોરિયા ઉપરાંત પાકિસ્તાન, ચીન પણ ચોરીછૂપે પરમાણુ હથિયારોનાં પરીક્ષણ કરી રહ્યાં છે. ટ્રમ્પે કરેલો આ દાવો ભારત માટે ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે ભારત બે મોરચે ચીન અને પાકિસ્તાન જેવા અણુશત્ર સંપન્ન પ્રતિદ્વંદ્વીઓની સામનો કરી રહ્યું છે. આ સાથે જ ટ્રમ્પે 33 વર્ષનાં લાંબા સ્થગન પછી અમેરિકી સેનાને પરમાણુ પરીક્ષણોનો પોતાનો આદેશ પણ ઉચિત ગણાવ્યો હતો.

ટ્રમ્પનાં પરમાણુ પરીક્ષણોનાં આદેશ મુદ્દે દુનિયામાં હંગામો મચેલો છે ત્યારે ટ્રમ્પ દુનિયામાં દહેશતનું લખલખું પસાર થઈ  જાય તેવા નિવેદનમાં આગળ કહ્યું છે કે, અમેરિકા પાસે દુનિયાને તબાહ કરી નાખવા માટે પર્યાપ્ત પરમાણુ હથિયારો છે. તેમણે કહ્યું હતું કે, આખી દુનિયાને 1પ0 વખત તબાહ કરી શકાય તેટલા અણુશત્ર અમેરિકા પાસે છે. તેમણે આગળ કહ્યું હતું કે, આટલા હથિયાર હોવા છતાં અમેરિકા તેનું પરીક્ષણ ન કરે તેવો એકલો દેશ ન રહી શકે. અન્ય દેશો પણ પરમાણુ પરીક્ષણ કરી રહ્યાં છે.

ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા પરીક્ષણ કરી રહ્યું છે, ચીન પણ કરી રહ્યંy છે. નિશ્ચિતરૂપે ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પણ પરીક્ષણો કરી રહ્યાં છે. આ પરીક્ષણો ભૂમિગત હોવાનાં કારણે તેની ભાળ મેળવવી મુશ્કેલ હોય છે.  ટ્રમ્પે આગળ ભારત-પાક.નું યુદ્ધ રોકાવી લીધાનો દાવો દોહરાવતા કહ્યું હતું કે, બન્ને દેશ અણુ યુદ્ધની અણીએ જ હતાં અને વેપાર-ટેરિફની ધમકી આપીને બન્ને દેશોને રોકવામાં આવ્યા હતાં. ટ્રમ્પે આપવડાઈ કરતાં આગળ કહ્યું હતું કે, જો આમાં ટ્રમ્પ દખલ ન કરેત તો લાખો લોકો મર્યા હોત. જેટ તોડી પાડવામાં આવી રહ્યાં હતાં.

ટ્રમ્પે કરેલા આ દાવાનાં કારણે ભારત માટે પોખરણ-3 પરીક્ષણ કરવા માટેની તકનો અવકાશ પેદા થઈ ગયો છે. જો પાકિસ્તાન અને ચીન ખરેખર આવા ઘાતક શત્રોનાં પરીક્ષણ કરી રહ્યા હોય તો ભારત માટે સ્થિતિ અસ્થિર બની જાય છે. ભારત પરમાણુ શત્રનો પહેલો ઉપયોગ નહીં કરવાની નીતિ પાળે છે અને 1998થી કોઈ જ પરીક્ષણ કરવામાં આવ્યું નથી. 


રશિયાની મદદથી 8 અણુમથક સ્થાપશે ઈરાન

 

 

ઈરાનનાં રાષ્ટ્રપતિએ શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ માટે પ્રતિબદ્ધતા દેખાડી

નવી દિલ્હી, તા.3: ઈરાન રશિયાની મદદથી 8 નવા અણુમથકો સ્થાપવાની તૈયારીમાં છે. ઈરાનનાં પરમાણુ ઉર્જા સંગઠન(એઈઓઆઈ)નાં પ્રમુખે એલાન કર્યુ હતું કે, તેહરાન પોતાની સ્વચ્છ અને સ્થાયી ઊર્જા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રશિયાની મદદથી આઠ નવા મથકો સ્થાપશે.

ઈરાનનાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને પણ પોતાનાં દેશનાં શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ અને અણુશત્ર નિર્માણ નહીં કરવાની નીતિ દોહરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ સામે અમેરિકાને વાંધો છે ત્યારે રશિયાની મદદથી આ નવા અણુમથકોની સ્થાપના મુદ્દે અમેરિકા સામે કોઈ તનાવ પેદા થાય તે પહેલા જ ઈરાનનાં રાષ્ટ્રપતિ તરફથી આ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.

એઈઓઆઈ પ્રમુખ મોહમ્મદ એસ્લામીનાં નિવેદન અનુસાર બુશહર શહેરમાં ચાર અને ઉત્તર તથા દક્ષિણી તટો ઉપર અન્ય ચાર પરમાણુ મથકોની સ્થાપના માટે ઈરાન અને રશિયા વચ્ચે નવી સમજૂતી થીઈ છે. જેનાં ચોક્કસ સ્થાનોની સત્તાવાર ઘોષણા હવે પછી કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025