• સોમવાર, 10 નવેમ્બર, 2025

જયપુરમાં ડમ્પરે 17 વાહનને ઉડાડયા : 13નાં મૃત્યુ

જયપુર, તા. 3 : જયપુરમાં તેજ રફતાર ડમ્પરે એક પછી એક 17 વાહનોને ટક્કર મારતા 13 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ઘણાના શરીર બે ટુકડામાં વહેંચાયા હતા. કોઈનો પગ કપાયો હતો તો કોઈનો હાથ કપાયો હતો. દુર્ઘટનામાં 10 લોકોને ઈજા પહોંચી હતી અને છ ગંભીર ઈજાગ્રસ્તોને એસએમએસ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

પોલીસના કહેવા પ્રમાણે અકસ્માત સોમવારે બપોરે હરમાડાના લોહા મંડીમાં થયો હતો. બપોરે એક વાગ્યા  આસપાસ ડમ્પર લોહા મંડી પેટ્રોલ પંપ તરફથી રોડ નંબર 14થી હાઈવે ચડવા જઈ રહ્યો હતો. આ દરમિયાન 17 જેટલા વાહનોને ટક્કર ારી દીધી હતી. લોકોએ ડમ્પર ડ્રાઈવરને સ્થળ ઉપરથી પકડી લીધો હતો. જે નશામાં હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર અનુસાર ડમ્પર ફુલ સ્પીડમાં લોહા મંડી રોડ ઉપર જઈ રહ્યું હતું. પહેલા એક કારને ટક્કર મારી હતી, પછી બાઈક અને ઓટો રિક્ષા સહિતના વાહનોને કચડયા હતા. ઘણા લોકોના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા. દૃશ્યો એવા ભયાનક બન્યા હતા કે રોડ ઉપર જ શરીરના ટુકડા વિખેરાયા હતા. દુર્ઘટના બાદ તરત જ સ્થાનિકોએ રાહત કામગીરી શરૂ કરી હતી અને ગાડીઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

 

તેલંગણમાં ટ્રક અને બસની ટક્કર : 24નાં મૃત્યુ

રંગારેડ્ડી, તા. 3 : તેલંગણના  રંગારેડ્ડી જીલ્લામાં એક ભયાનક માર્ગ દુર્ઘટના ઘટી હતી. ટીએસઆરટીસી બસ અને ડમ્પરની ટક્કરમાં 24 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ઘણાને ગંભીર ઈજા પહોંચી છે. ટક્કર એટલી ભીષણ હતી કે ટ્રકમાં ભરેલી રેતી બસ ઉપર પડી હતી. જેમાં ઘણા યાત્રી સ્થળ ઉપર જ દબાયા હતા. પ્રત્યક્ષદર્શિયો અનુસાર બન્ને વાહન ફુલ સ્પીડમાં હતા અને વળાંકે નિયંત્રણ ગુમાવી દીધું હતું. દુર્ઘટના બાદ બસની ડ્રાઈવર સાઈડ પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025