ગગનયાન હેઠળ પહેલું માનવરહિત મિશન પણ સામેલ
નવી
દિલ્હી, તા. 3 : ઈસરોએ માર્ચ 2026ના અંત સુધીમાં 7 મિશન લોન્ચ કરવાનું લક્ષ્ય નક્કી
કર્યું છે. જેમાં ગગનયાન કાર્યક્રમ હેઠળ પહેલું માનવરહિત મિશન પણ સામેલ છે. આ જાણકારી
ઈશોરના અધ્યક્ષ વી. નારાયણને આપી છે. તેમના કહેવા પ્રમાણે ઈસરોએ ગગનયાન કાર્યક્રમ હેઠળ
માનવયુક્ત મશિન પહેલા ત્રણ માનવરહિત મિશન પ્રક્ષેપિત કરવાની યોજના બનાવી છે.
પહેલું
માનવરહિત પ્રક્ષેપણ જી1 મિશન માર્ચ 2026 સુધીમાં થવાની સંભાવના છે. નારાયણનના કહેવા
પ્રમાણે ગગનયાન કાર્યક્રમ સારી રીતે આગળ વધી રહ્યું છે. તમામ ઉપકરણ શ્રીહરિકોટા પહોંચી
ગયા છે અને સંયોજીત કરવામાં આવી રહ્યા છે. કુલ ત્રણ માનવરહિત મિશનની યોજના બનાવવામાં
આવી છે. ઈસરો પ્રમુખે ભવિષ્યના કાર્યક્રમ અંગે કહ્યું હતું કે માર્ચ 2026ના અંત પહેલા
સાત મિશનની યોજના બનાવવામાં આવી છે. તેમજ ઈસરો આગામી પાંચ વર્ષમાં 50 રોકેટ પ્રક્ષેપિત
કરશે.
વી
નારાયણને કહ્યું હતું કે રવિવારે એલવીએમ3-એમ05ના પ્રક્ષેપણ બાદ એજન્સી એક અન્ય એલવીએમ3
રોકેટ છોડશે. જે ગ્રાહકો માટે વાણિજ્યિક સંચાર ઉપગ્રહ કક્ષામાં લઈ જશે. બાદમાં ત્રણ
વધુ પીએસએલવી મિશનને અંજામ આપવામાં આવશે. ઈસરોએ અન્ય ટેક્નોલોજી વિકાસ મિશન પીએસએલવી-એન1ની
પણ યોજના બનાવી છે. જેને ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલા પ્રક્ષેપિત કરવાનું લક્ષ્ય
છે.