લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરીંગ કેસ હેઠળ કાર્યવાહી
મુંબઈ,
તા. 3 : ઈડીએ બિઝનેસમેન અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કરોડોની સંપત્તિઓને ટાંચમાં
લીધી છે. આ કાર્યવાહી અનિલ અંબાણી અને તેમના ગ્રુપની કંપનીઓ સામે લોન છેતરપિંડીની મની
લોન્ડરીંગ સંબંધિત તપાસ હેઠળ થઈ છે. આ મામલાથી પરિચિત લોકો અનુસાર મની લોન્ડરીંગ હેઠળ
લગભગ 3000 કરોડ રૂપિયાની સંપત્તિને અસ્થાયી રૂપે ટાંચમાં લેવામાં આવી છે.
આ મામલે
હજી સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. રિલાયન્સ ગ્રુપે પહેલાથી
જ કોઈપણ પ્રકારનું
ખોટુ
કામ કર્યું હોવાનો ઈનકાર કર્યો છે. કંપનીએ પહેલી ઓક્ટોબરના રોજ ઈમેઈલ મારફતે નિવેદન
આપ્યું હતું કે 17,000 કરોડ રૂપિયાની બતાવવામાં આવેલી રકમ અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
સાથેનો સંબંધ કાલ્પનિક વાત છે. જેમાં કોઈ સત્ય કે આધાર નથી. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
બિઝનેસ પ્લાન લાગુ કરવા ઉપર ધ્યાન આપી રહ્યું છે.