• સોમવાર, 10 નવેમ્બર, 2025

હંગામી વિઝા મોટાપાયે રદ કરશે કેનેડા

-74 ટકા ભારતીયોના વિઝા ફગાવ્યા બાદ આકરા કાયદાની તૈયારી

ટોરન્ટો તા.4 : કેનેડામાં સ્થાયી થવાનું સ્વપ્ન સેવી રહેલા ભારતીયોને મોટો ઝટકો લાગી શકે છે. કેનેડા સરકાર સંસદમાં પેન્ડિંગ બિલ દ્વારા હંગામી (કામચલાઉ) વિઝાને મોટા પાયે રદ કરવાની તૈયારીમાં છે જેનો ઉપયોગ ભારતમાંથી નકલી અરજીઓને રોકવા માટે થઈ શકે છે.

ઓગસ્ટ 2025માં 74% ભારતીય વિદ્યાર્થીઓની સ્ટડી પરમિટ નામંજૂર કરવામાં આવી હતી જે ઓગસ્ટ 2023માં માત્ર 32% હતી. જેનો અર્થ એ થયો કે ભારતના લોકો માટે અભ્યાસ માટે કેનેડા જવું વધુને વધુ મુશ્કેલ બન્યું છે. વડાપ્રધાન માર્ક કાર્નીની સરકાર આ મહિને તેનો ઇમિગ્રેશન લેવલ પ્લાન રજૂ કરવાની છે. દેશમાં વધતી જતી ઇમિગ્રેશન વિરોધી ભાવના સરકાર પર નવા આવનારાઓની સંખ્યા ઘટાડવા દબાણ લાવી રહી છે.

મીડિયા રિપોર્ટસ મુજબ આઈઆરસીસી, સીબીએસએ અને યુએસ વિભાગોને ટાંકીને આ વાત કહેવામાં આવી છે. આ જોગવાઈને ભારતમાંથી નકલી કામચલાઉ વિઝા અરજદારોને રોકવા માટેના પગલા તરીક જોવાય છે. બિલમાં જણાવાયું છે કે રોગચાળા અથવા યુદ્ધના સમયે મોટી સંખ્યામાં વિઝા એકસાથે રદ કરી શકાય છે. અહેવાલ મુજબ, કેનેડિયન સરકાર ચોક્કસ દેશોના વિઝા ધારકોને લક્ષ્ય બનાવવા માંગે છે. કામચલાઉ રહેવાસીઓમાં કામદારો, વિદેશી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ નિયમને કેનેડાની સરહદોને મજબૂત બનાવવાના કાયદાના ભાગ રૂપે વર્ણવવામાં આવી રહ્યો છે.

ઇમિગ્રેશન વકીલ સુમિત સેને જણાવ્યું હતું કે જો લિબરલ સરકારનું સ્ટ્રોંગ બોર્ડર્સ બિલ પસાર થશે તો હજારો અરજીઓ એક જ ઝાટકે રદ કરી શકાશે કારણ કે તે સરકારને પ્રચંડ શક્તિ આપશે. તેમણે જણાવ્યું હતું કે જૂની અરજીઓનો બેકલોગ ઘટાડવા માટે 2007 માં ફાઇલો બંધ કરવામાં આવી હતી. સ્ટાર્ટઅપ વિઝા હેઠળના ઉદ્યોગ સાહસિકોને 35 વર્ષ (420 મહિના) સુધી રાહ જોવી પડે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025