25 લાખ વોટ ચોરી થયાનો આરોપ : બ્રાઝીલની મોડેલની તસવીરનો ઉપયોગ, સ્વીટી અને સીમા નામે 22 વખત મત અપાયો
આનંદ
કે. વ્યાસ
નવી
દિલ્હી, તા. 5 : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વખત
ચૂંટણી પંચ અને ભાજપ ઉપર વોટ ચોરીનો ગંભીર આરોપ મુક્યો છે.આ વોટ ચોરી દરમિયાન બ્રાઝીલ
મોડેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હરિયાણામાં કોઈ ચૂંટણી થઈ નથી, 25 લાખ વોટ ચોરી થઈ છે.
બ્રાઝીલની એક મોડેલની તસવીર બતાવીને કહ્યું હતું કે આ વ્યક્તિને સ્વીટી અને સીમા બનાવીને
હરિયાણામાં 22 વખત મત આપવામાં આવ્યો છે. મોડેલની તસવીરનો ઉપયોગ કરીને ફર્જી વોટ બનાવવામાં
આવ્યા હતા. હરિયાણાના માત્ર બે બૂથ ઉપર જ એક તસવીરનો 223 વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દરેક વોટર લિસ્ટમાં અલગ નામ અને અલગ ઉમર છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ જેન-ઝી જનરેશનને
અપીલ કરી હતી કે વોટ ચોરીની હિલચાલને ગંભીરતાથી લેવામાં આવે કારણ
કે આ તેમના ભવિષ્યનો સવાલ છે. ભાજપે રાહુલના આ આરોપોને નિરાધાર ગણાવ્યા હતા. તેમજ બ્રાઝીલીયન
મોડેલ સામે ઈટાલિયન મોડેલનો ઉલ્લેખ કરીને કટાક્ષ કર્યો હતો.
રાહુલે
દાવો કર્યો હતો કે ગયા વર્ષે હરિયાણામાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં 25 લાખ ફર્જી મત
મારફતે વોટ ચોરી કરવામાં આવી છે. આ દરમિયાન હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીનો એક વીડિયો
બતાવ્યો હતો જેમાં સૈની સરકાર બનાવવાની વ્યવસ્થા હોવાનું કહી રહ્યા હતા. રાહુલે દાવો
કર્યો હતો કે હરિયાણામાં પાંચ અલગ અલગ રીતે 25,41,144 ફર્જી મતથી વોટ ચોરી કરવામાં
આવી છે. જેના પુરાવા પણ છે. હરિયાણામાં દર આઠમાંથી એક ફર્જી મતદાતા છે. જે 12.5 ટકા
છે.
હરિયાણામાં
કોંગ્રેસના ઉમેદવારોને ઘણી ફરીયાદો મળી હતી. આ દરમિયાન ચૂંટણીમાં તમામ ભવિષ્યવાણી ઉંધી
પડી હતી. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં જેનો અનુભવ કર્યો હતો. જો કે હરિયાણામાં
ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રાહુલે દાવો કર્યો હતો કે હજારો ભાજપ મતદાતા, ભાજપ નેતા
ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં મતદાન કરી રહ્યા છે. રાહુલે આરોપ મુક્યો હતો કે હરિયાણામાં
હજારો ફર્જી મતદારોએ મત આપ્યા છે. તેઓ ઈચ્છે છે કે આ વાત ભારતના યુવા અને જેન-ઝી જનરેશન
સારી રીતે સમજે કારણ કે આ તેમના ભવિષ્યનો સવાલ છે. તેઓ ચૂંટણી પંચ અને ભારતની લોકતાંત્રિક
પ્રક્રિયા ઉપર 100 ટકા પ્રમાણ સાથે સવાલ કરી રહ્યા છે.
------------------
રાહુલ
ગાંધીને ચૂંટણી પંચે આપ્યો સણસણતો જવાબ
અનિયમિતતા
થઈ તો જે-તે સમયે કેમ વાંધો ન ઉઠાવ્યો ?, કોંગ્રેસના પોલિંગ એજન્ટો ક્યાં હતા ?
નવી
દિલ્હી, તા. 5 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ મારફતે ચૂંટણી આયોગ ઉપર
હરિયાણામાં વોટ ચોરી સહિતના ઘણા ગંભીર આરોપ મુક્યા હતા. જેના ઉપર ચૂંટણી પંચ દ્વારા
રાહુલ ગાંધીને જવાબ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે સવાલ કર્યો હતો કે કોંગ્રેસે ત્યારે
કેમ વાંધો ન
ઉઠાવ્યો
? મતદાર યાદી સામે તે સમયે કેમ અપીલ કરવામાં ન આવી ? ચૂંટણી પંચના સૂત્રો અનુસાર
90 વિધાનસભા સીટ માટે હાઈ કોર્ટમાં વર્તમાનમાં માત્ર 22 ચૂંટણી અરજી પેન્ડિંગ છે. આ
સાથે સવાલ કર્યો હતો કે કોંગ્રેસના પોલિંગ એજન્ટ મતદાન કેન્દ્રો ઉપર શું કરી રહ્યા
હતા ?
રાહુલ
ગાંધીનો આરોપ છે કે હરિયાણામાં ચૂંટણી નથી થઈ પણ ચોરી કરવામાં આવી છે. રાહુલે દાવો
કર્યો હતો કે હરિયાણામાં 25 લાખ વોટ ચોરી થઈ છે. દર આઠમાંથી એક મત ફેક હોવાના કારણે
કોંગ્રેસની હાર થઈ છે.
--------------
રાહુલના
મતચોરીના દાવા ખોટા : ભાજપ
કેસરિયા
પક્ષનો પલટવાર : કેન્દ્રીયમંત્રી રિજ્જુએ કહ્યું : કોંગ્રેસ સાંસદ વિદેશ ચાલ્યા જાય
છે
નવી
દિલ્હી, તા. 5 : ભાજપ અને ચૂંટણીપંચ મતદારીયાદીમાં ગરબડ કરાવે છે, તેવા આરોપ ફરી મૂકનાર
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પલટવાર કરતાં કેસરિયા પક્ષે કહ્યું હતું કે, મતચોરીના
રાહુલના દાવા બોગસ છે.
કેન્દ્રીયમંત્રી
કિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કેટલીક વિદેશી મહિલાઓનાં
નામ લીધાં. રાહુલ પોતે સંસદસત્ર ચાલુ હોય ત્યારે વિદેશ ચાલ્યા જાય છે. કોંગ્રેસ સાંસદ
ખુદ છાનામાના થાઈલેન્ડ અને કમ્બોડિયા જાય છે. વિદેશમાંથી મળતી પ્રેરણાના આધાર પર રાહુલ
લોકોનો સમય બરબાદ કરે છે.
કેન્દ્રીયમંત્રીએ
કહ્યું હતું કે, અમે પણ ચૂંટણી હાર્યા છીએ, પંરતુ કદી રડયા નથી કે ચૂંટણીપંચને ગાળો
આપી નથી.
અમે
હંમેશાં પરિણામોનું સ્વાગત કર્યું છે. બિહારમાં આવતીકાલે ચૂંટણી છે, ત્યારે ધ્યાન ભટકાવવા
માટે રાહુલ આવું કરે છે, તેવું રિજ્જુએ જણાવ્યું હતું.
કોંગ્રેસ
સાંસદ બોલે છે કે, એટમ બોમ્બ ફાટવાનો છે, પરંતુ એટમ બોમ્બ કદી ફાટતો કેમ નથી, તેવો
સવાલ રિજ્જુએ કર્યો હતો.
એસઆઈઆરથી
જનતા ખુશ છે, પરંતુ રાહુલ રડી રહ્યા છે. બિહારમાં લોકો જ કહી રહ્યા છે કે, રાહુલ જ્યાં
જાય છે, ત્યાં કામ બગાડી નાખે છે.