• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

માવઠાથી 16000 ગામોમાં 42 લાખ હેકટરમાં વાવેતરને નુકસાન

મસમોટું રાહત સહાય પેકેજ જાહેર થશે, ખેડૂતોને સહાયની ચૂકવણી માટે સરકાર 5 કામોને ધ્યાનમાં લેશે, જેમાં માવઠાથી 100 ટકા નુકશાની સામે 100 સહાય હોઈ શકે

અમદાવાદ,તા.5:   ગુજરાતમાં ઓકટોબર-નવેમ્બર, 2025 દરમ્યાન તમામ 34 જિલ્લાના 249 તાલુકાના 16000થી વધુ ગામોમાં કમોસમી વરસાદ થયો છે. જેના કારણે ખેતીના ઉભી પાક તે લણણી કરાયા બાદ ખેતરોમાં ખુલ્લામાં પડી રહેલા કૃષિ પાક, ફળ-ફળાદિની અતિભારે નુકશાન થયું છે. આવા ખેડૂતોને નુકશાની વળતર ચૂકવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાશે પરંતુ હાલને તબક્કે NDRF-SDRFના ધારાધોરણો મુજબની ચૂકવણીથી ખેડૂતોમાં અસંતોષ પ્રસરે એવી સ્થિતિને કારણે રાજ્ય સરકાર હાલ અવઢવ અનુભવી રહી છે.

હાલને તબક્કે કમોસમી વરસાદથી રાજ્યભરમાં ખેતીક્ષેત્રે હજારો કરોડો રુપિયાના નુકશાન સામે હજારો કરોડોનું મસમોટું કદ ધરાવતાં કૃષિ રાહત સહાય પેકજની જાહેરાત માટે NDRF-SDRFના ધારાધોરણોમાં રાજ્ય સરકાર કેટલી હદે છૂટછાટ લઈ શકે, તે માટેના અભિપ્રાયો મેળવવા સુધીમાં વાત અટકી હોવાનું કહેવાય છે. આમછતાં સંભવત: 2થી 4 દિવસમાં જાહેર કરી શકાય એમ છે. એવા સંકેત મળ્યા છે કે, કમોસમી વરસાદથી થયેલા નુકશાની માટે 5 કામોને ધ્યાનમાં લઈને પેકેજ તૈયાર કરી રહી છે. જ્યાં 100 ટકા નુકશાન થયું હશે ત્યાં 100 ટકા વળતર મળી શકે છે અને એ જ રીતે નુકશાનીના ટકા મુજબ રાહત સહાય અપાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા દરમ્યાન કુલ 84,94,400 હેકટર જમીનમાં ખરીફ પાકોનું (અનાજ-ધાન્ય, કઠોળ, મગફળી સહિતના તેલાબિંયા, કપાસ ઉપરાંતના વિવિધ પાકો) વાવેતર થાય છે. હાલને તબક્કે પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યના કુલ વાવેતર વિસ્તારના 50 ટકાથી વધુ અર્થાત 42 લાખ હેકટર જમીનમાં ખેતીના પાકને નુકશાન થયું છે. સંભવત? ગુજરાતમાં કમોસમી વરસાદથી આ રીતે પ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં પાકને નુકશાન થયું હશે.  ગુજરાત સરકાર એમ માને છે કે, જે ખેડૂતોને નુકશાન થયું છે, તેવા તમામ ખેડૂતોને તેમની નુકશાનીનું પૂરતુ વળતર મળી રહે પરંતુ તેમાં એક મોટી અડચણ ગઉછિ-જઉછના ધારાધોરણો સાબિત થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે કેમકે NDRF-SDRFના ધારાધોરણો મુજબ ખેતીના પાકને 33 ટકાથી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં નક્કી કરેલી રકમની સહાય કરી શકાય છે. એટલે NDRF-SDRFના ધારાધોરણો ઉપરાંત સરકાર પોતાના બજેટમાંથી મોટી રકમ ફાળવીને ખેડૂતો માટે સહાય આપવાનું મૂડ બનાવી ચૂકી છે.

NDRF-SDRFમાં ઓકટોબરમાં 394 કરોડ ઉમેરાયા

ગુજરાત સરકાર પાસે વર્ષ 2024-25માં SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્શ ફંડ)માં ભારત સરકારની 75 ટકા સહાય મુજબ 1226.40 કરોડ અને રાજ્ય સરકારને 408.80 કરોડ મળીને કુલ 1635.20 કરોડ જમા પડ્યા હતા. દરમ્યાનમાં ઓકટોબર માસમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકશાની પેટે ભારત સરકારે ગુજરાતને વધારાના રુ. 394.28 કરોડની સહાય આગામી વર્ષના ઓપાનિંગ બેલેન્સના 50 ટકા સમાયોજનને આધીન ચૂકવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક