અમદાવાદ, તા.5 : ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ, તલ, જુવાર સહિતના મુખ્ય પાકને ગંભીર નુકસાન થયું છે. અનેક જિલ્લાઓના ખેતરોમાં પાણી ભરાયા છે અને પાક બરબાદ થતા ખેડૂતો ભારે આર્થિક સંકટમાં સપડાયા છે. ખેડૂતોને થયેલા ભારે નુકસાન અને પગલે રાજ્ય સરકારે પણ તાબડતોડ સરવે કરી સહાય પેકેજ જાહેર કરવાની કવાયત હાથ ધરી છે. એક તરફ આપની સક્રિયતાને બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસે ખેડૂતોના હિત માટે લડતનો એક કાર્યક્રમ જાહેર કર્યો છે. આવતીકાલથી ગિર સોમનાથથી કોંગ્રેસ અમિત ચાવડાની આગેવાનીમાં ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થશે.
ખેડૂત
આક્રોશ યાત્રા યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લા ગિર સોમનાથથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર,
બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર થઈ દેવભૂમિ દ્વારકામાં 13 નવેમ્બરના રોજ સમાપન થશે.
તેને લઈને પ્રદેશ નેતાઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના
નેતાઓ ખેડૂતોની વેદના જાણવા ખેતર સુધી જશે અને નાની મોટી સભાઓ કરી ખેડૂતોના પ્રશ્નોને
ઉજાગર કરશે. ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની તકલીફ અને તેમના પ્રશ્નો સાંભળશે કમોસમી
વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકસાન થયું છે તે માટે સરકાર તાત્કાલિક સહાય પેકેજ
જાહેર કરે તેવી કોંગ્રેસ ખેડૂત યાત્રા થકી સરકાર પાસે માગ કરશે. આ ખેડૂત આક્રોશ યાત્રા
માટે પ્રદેશના નેતાઓને પણ એક- એક જિલ્લામાં મેદાને ઉતારવામાં આવ્યા છે વિધાનસભા કોંગ્રેસ
પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિ ગોહિલ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન
ઠાકોર સહિતના પ્રદેશના નેતાઓ પણ એક- એક જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રામાં હાજર રહેશે.
ધવલસિંહ
ઝાલાની ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટ ખેડૂત સહાયમાં વાપરવા વિનંતી
અરવલ્લી
જિલ્લાના બાયડ બેઠકના ધારાસભ્ય ધવલાસિંહ ઝાલાએ ખેડૂતોને મદદરૂપ થવા માટે એક અત્યંત
પ્રેરક અને સરાહનીય પહેલ કરી છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષને
પત્ર લખીને એવી અપીલ કરી છે કે, ધારાસભ્ય તરીકે તેમને મતવિસ્તારના વિકાસ કાર્યો માટે
મળતી ગ્રાન્ટના રૂપિયા 2.5 કરોડ (અઢી કરોડ રૂપિયા) ખેડૂતોને સહાયરૂપ થવા માટે વાપરવામાં
આવે. ઉપરાંત, જરૂર પડે તો પોતાનો પગાર (માનદ ભથ્થું) પણ ખેડૂતોને વધુ સહાય કરવા માટે
આપવા તૈયાર છે.