• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ગાંધીનગરના અડાલજથી ઈંજઊંઙના 3 આતંકી ઝડપાયા

ખતરનાક ઝેર બનાવવા હતી તૈયારી : 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું : ત્રણમાંથી એક આતંકી એમબીબીએસ

આતંકવાદી ઘટનાને અંજામ આપે તે પહેલાં ત્રણ આતંકીઓને ગુજરાત અઝજએ દબોચ્યા, મોટી સફળતા

અમદાવાદ,તા.9: મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપે તે પહેલાં ગુજરાત અઝજએ ત્રણ આતંકીઓને દબોચી લીધા છે. ગાંધીનગરના અડાલજ નજીકથી ઈંજઊંઙ (ઈંતહફળશભ જાફાંયિં – ઊંવજ્ઞફિતફક્ષ ઙજ્ઞિદશક્ષભય) સંગઠન સાથે સંકળાયેલા ત્રણેય આતંકીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ આતંકીઓ પૈકી એક હૈદરાબાદનો અને બે ઉત્તરપ્રદેશના છે. તેમના પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું છે.

 ડો. અહેમદ સૈયદ ઝીલાની વ્યવસાયે ડોકટર છે. ડો. અહેમદે ચીનમાં ખઇઇજ કર્યું છે. ડો. અહેમદ હૈદ્રાબાદનો જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને ઉત્તરપ્રદેશના રહેવાસી છે. ડો. અહેમદ સૈયદના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ અઝજને મળ્યા છે. ડો. અહેમદ ભણેલો છે અને તે અબુ ખાદીજા નામના આતંકીના સંપર્કમાં હતો. આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઇરાદે 6 નવેમ્બરની રાત્રે આવ્યા હતા. તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, આતંકીઓએ    એક વર્ષ પહેલાં રેકી કરી હતી. અઝજ હવે બીજા આરોપીઓની ઓળખ કરવા અને અન્ય રાજ્યોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરશે. ડો. સૈયદનો પૈસા એકત્રિત કરી અને આતંકી હુમલો કરવાનો પ્લાન હતો. ફંડ ક્યાંથી આવવાનું હતું અને કેવી રીતે આવવાનું હતું તેની તપાસ હાથ ધરાશે.

અહેમદ વિદેશી લોકોના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. ડો. સૈયદ મોટું ફંડ મેળવી આતંકી હુમલા કરવાનો પ્લાન કરતો હોવાની અઝજને માહિતી મળી છે. ડો. સૈયદ સાઈનાઈડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ પણ કરી રહ્યો હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે.

ગુજરાત અઝજના ડીઆઈજી સુનિલ જોષીએ જણાવ્યું કે, અમને બાતમી મળી હતી કે, હૈદરાબાદનો ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ ગુજરાતમાં હુમલાને અંજામ આપવા અમદાવાદ આવ્યો છે. જેના આધારે અઝજએ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ કરતાં અમદાવાદ-મહેસાણા રોડ પર આવેલા અડાલજ ટોલ પ્લાઝા પાસે સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારમાં ચેકીંગ કર્યુ હતું. જેમાંથી ડો. સૈયદ મળી આવ્યો હતો. તેની પાસેથી બે ગ્લોક પિસ્ટલ અને એક બેરેટા પિસ્ટલ ઉપરાંત 30 જીવતા કારતૂસ અને 4 લીટર કેસ્ટર ઓઈલ મળી આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, એટીએસની ટીમે ડો. અહેમદ મોહ્યુદ્દીનને ઓફિસ પર લાવી વધુ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેને હથિયારો કલોલ નજીકના એક કબ્રસ્તાનમાંથી મેળવ્યા હોવાની તેમજ ‘અબુ ખાદીજા’ નામનો શખ્સ તેનો સહાયક હોવાની કબૂલાત કરી હતી. ડો. અહેમદના જણાવ્યા મુજબ અબુ ખાદીજા અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને ઈંજઊંઙ સંગઠન સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત તે ઘણા પાકિસ્તાનીઓના સંપર્કમાં છે. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવા ખૂબ જ ઘાતકી ઝેર બનાવી રહ્યો હતો. જેના માટે જરૂરી સંશોધન, સાધનો, કાચા માલની ખરીદી અને પ્રારંભિક રાસાયણિક પ્રક્રિયા શરૂ કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, ડો. અહેમદ સૈયદને હથિયારો પહોંચાડનારા શખ્સોની અઝજ ટીમે તપાસ શરૂ કરતાં બનાસકાંઠાનું લોકેશન મળ્યું હતું. કલોલના કબ્રસ્તાન સુધી હથિયારો પહોંચાડનારા ઉત્તરપ્રદેશના બે શખ્સો આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલને બનાસકાંઠાથી દબોચી લેવાયા હતા. આતંકવાદી માનસિકતા ધરાવતા બંને શખ્સોએ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લીધા હતા. આ શખ્સોએ  લખનૌ, દિલ્હી અને અમદાવાદના ઘણા સંવેદનશીલ સ્થળોએ રેકી કરી હતી. હથિયાર બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ શખ્સોને તેમનો નેતા પાકિસ્તાન સરહદ પારથી ડ્રોન દ્વારા મોકલી રહ્યો છે.

ડો. સૈયદના મોબાઈલમાંથી સ્ફોટક માહિતી મળી

ડો. અહેમદ સૈયદના ફોનમાં ઘણી માહિતી મળી આવી છે. સૈયદ 35 વર્ષનો છે. તેણે ચીનમાંથી ખઇઇજનો અભ્યાસ કર્યો છે. ભારતમાં મોટી આતંકી ઘટનાનો અંજામ આપવાનો હોવાની અને ઘણા વિદેશીઓ સાથે સંપર્કમાં હોવાની માહિતી મળી છે. અબુ ખદીજા સાથે ટેલિગ્રામથી ત સંપર્કમાં હતો. જે અફઘાનિસ્તાનના ઈંજઊંઙ સાથે જોડાયેલો હોવાનું મનાય છે.

સાઈનાઈડ કરતાં ખતરનાક ઝેર બનાવી ખોરાકમાં ભેળવવાનો હતો બદઈરાદો

ડો. અહેમદ સૈયદની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. સૈયદે હૈદરાબાદમાં રહેતા બે શખસો આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી  વસ્તુઓ મેળવી હતી. તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવનાર હતો.

થોડા મહિના પહેલાં ચાર આતંકી ઝડપાયા હતા

અઝજએ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા 4 આતંકીની ધરપકડ કરી હતી. ચારમાંથી બે શખસો અમદાવાદ અને મોડાસાના હતા. જ્યારે બે શખસો દિલ્હી અને નોઈડાના હતા. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા અચઈંજ (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો સોશિયલ મીડિયા અને કેટલીક એપ દ્વારા પ્રચાર-પ્રસાર કરતા હતા.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક