• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

પહેલીવાર પ્રદૂષણ સામે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. મોટાભાગના વિસ્તારમાં એક્યુઆઈ 400થી પાર થયો છે. જે ગંભીર શ્રેણીમાં આવે છે. આ સ્થિતિમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને પ્રદૂષણના કારણે સ્વાસ્થ્ય સંકટ વધારે ઘેરૂ બની રહ્યું છે. તેવામાં રવિવારે સાંજે લોકોએ પ્રદૂષણ સામે અવાજ ઉઠાવવા સડકો ઉપર પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિતના રાજકીય દળના નેતાઓ પણ સામેલ થયા હતા. પ્રદર્શનકારીઓએ ઈન્ડિયા ગેટ તરફ રેલી કરીને સરકાર સમક્ષ માગણી કરી હતી કે દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને રોકવા માટે નક્કર અને અસરકારક નીતિ બનાવવામાં આવે. આ દરમિયાન દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને રોક્યા હતા અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઈન્ડિયા ગેટ પ્રદર્શન સ્થળ નથી તેમ છતાં પ્રદર્શનકારીઓ ન માનતા ઘણાની અટકાયત કરવામાં આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક