• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

શાકાહારી થાળી થઈ 17% સસ્તી

ક્રિસિલનો હેવાલ : રૂા. 27.8, માંસાહારી થાળી રૂા. 54.4 થઈ

નવી દિલ્હી, તા. 9 : એક તરફ સામાન્ય લોકો મોંઘવારીનો માર ખમી રહ્યા છે, ત્યાં ભારતમાં એક ઘરેલુ શાકાહારી થાળીની કિંમત ઓક્ટોબર માસમાં 17 ટકા ઘટીને 27.8 રૂપિયા પર આવી ગઈ હોવાની જાણકારી કેપિટલ માર્કેટ કંપની ક્રિસિલે પોતાના હેવાલમાં આપી હતી. ગત વર્ષે આ જ મહિનામાં 33.3 રૂપિયા કિંમત હતી. જ્યારે માંસાહારી થાળીની કિંમતમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો છે.

એક મીડિયા હેવાલ મુજબ, ક્રિસિલે રાઈસ રોટી રેટ (આરઆરઆર)ના હેવાલમાં જણાવાયું હતું કે, શાકાહારી થાળીની કિંમત સપ્ટેમ્બર માસની તુલનામાં ઓક્ટોબરમાં 1 ટકા ઘટી છે, જેની સપ્ટેમ્બર માસમાં કિંમત રૂા. 28.1 હતી. બીજી તરફ માંસાહારી થાળીની કિંમત વર્ષિક ધોરણે 12 ટકા ઘટીને 54.4 રૂપિયા પર આવી ગઈ છે.

ક્રિસિલના હેવાલમાં બટાટા, ડુંગળી, ટમેટા અને દાળોના ભાવ ઘટવાના પગલે શાકાહારી થાળીના ભાવમાં કાપ આવ્યો છે, તો વાર્ષિક આધારે ખાદ્યતેલમાં 11 ટકા અને રાંધણગેસમાં 6 ટકાનો વધારો થયો છે, નહીં તો હજુ પણ બંને થાળીના ભાવમાં વધુ ઘટાડો થવાની સંભાવના પણ હેવાલમાં વ્યક્ત કરાઈ હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક