22 જિલ્લાઓમાં 300થી વધુ ખરીદ કેન્દ્રો કાર્યરત : ઈઈઝટથી સમગ્ર પ્રક્રિયા પર નજર
અમદાવાદ,તા.9:
ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા મુખ્ય પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનો
શુભારંભ કરાયો છે. જે ખેડૂતોની નોંધણી થઇ છે તેમને એસએમસ કરી ખરીદ કેન્દ્રો પર બોલાવવામાં
આવી રહ્યાં છે. ત્યારે સમગ્ર પ્રક્રિયા પર ઈઈઝટ દ્વારા નજર રખાશે. આશરે 15000 કરોડથી
વધુ મુલ્યની ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. તેવામાં
ખરીદી પ્રક્રિયા અંતર્ગત મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,263, અડદ પ્રતિ ક્વિન્ટલે
રૂ.7,800 અને સોયાબીન પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,328ના ભાવ નિર્ધારિત કરાયા છે. ટેકાના ભાવે
ખરીદી સરળતાથી અને કોઈપણ અગવડ વગર થઈ શકે તે માટે દિવસ વાર ચોક્કસ સંખ્યામાં રજિસ્ટર્ડ
ખેડૂતોને અગાઉથી જ એસએમએસ કરીને વેચાણ માટે બોલાવવામાં આવશે. મહત્તમ 90 દિવસમાં ખરીદી
પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખરીદી બનતી ત્વરાએ પૂર્ણ થઈ શકે તે માટે મહત્તમ
ખરીદ કેન્દ્રો શરૂ કરવા અંગે પણ નોડલ એજન્સીને સૂચનાઓ આપવામાં આવી છે.
કૃષિ
મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના દહેગામ ખાતે ખરીદી પ્રક્રિયાની શરૂઆત કરાવી હતી.
કૃષિ મંત્રીએ કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો અને ખરીદી વ્યવસ્થાનું
નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વેચાણ માટે આવેલા ખેડૂતો
સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. તેમણે ખેડૂતોને ખરીદી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ,
ટેકાના ભાવની જાણકારી અને વેચાણ બાદની ચુકવણી વ્યવસ્થા અંગે પૂછપરછ કરી હતી. મંત્રીએ
ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર ખેડૂતોને સમયસર અને સરળતાથી ચુકવણી થાય તે માટે પ્રતિબદ્ધ
છે.
વર્ષ
2025-26 દરમિયાન ટેકાના ભાવે ખરીદી યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે તે માટે પણ અનેકવિધ વ્યવસ્થાઓ
અને સુધારાઓ કરવામાં આવ્યા છે. પ્રથમવાર ટેકાના ભાવે જણસીની ખરીદી પોઇન્ટ ઓફ સેલ મશીન
કે ફેસ રેકગ્નિશન દ્વારા કરવામાં આવશે. (જુઓ પાનું 10)
ટેકાના
ભાવે વેચાણ કરવા આવી ન શકે તેવા ખેડૂતો માટે નોમીની નિયુક્ત કરવાની પણ જોગવાઈ કરાવવામાં
આવી છે. ટેકાનાભાવે વેચાણ માટે નોંધણી કરાવી હોય તેવા ખેડૂતોને જણસી લઈને આવવાની તારીખ
અંગે આગોતરું આયોજન કરીને તેઓને થોડા દિવસ અગાઉથી જ એસએમએસના માધ્યમથી જાણ કરવામાં
આવશે. આ ઉપરાંત જે તારીખે ખેડૂતે જણસી લઈને વેચાણ માટે આવવાનું છે, તેના એક દિવસ પહેલા
પણ પુન: એક એસએમએસ કરવામાં આવશે. આ ઉપરાંત
ટેકાના ભાવે વેચાણ કરેલા ખેડૂતોને તેમની જણસીનું ચૂકવણું ટૂંક જ સમયમા ડીબીટી માધ્યમથી
સીધું તેમના આધાર બેઝ બેંક ખાતામાં કરવામાં આવશે. આટલું જ નહીં, ખરીદ કેન્દ્રથી ખરીદી
કરેલો માલ ગોડાઉન સુધી લઈ જવા સમયે ઉપયોગ થનાર વાહન પર જીપીએસ ટ્રાકિંગ સિસ્ટમ લગાવવામાં
આવશે. આ વર્ષે મગફળી માટે 9.31 લાખથી વધુ, સોયાબીન માટે 72,900થી વધુ, અડદ પાક માટે
1,900થી વધુ અને મગ પાક માટે 6,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી
કરાવી છે.