ઇસ્લામાબાદ જિલ્લા કોર્ટ નજીક એક વાહનમાં ધડાકો, 20થી વધુને ઈજા
ઈસ્લામાબાદ,
તા.11 : પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતે જિલ્લા કોર્ટ નજીક એક વાહનમાં પ્રચંડ વિસ્ફોટ
થતાં 12 લોકો માર્યા ગયા છે અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દિલ્હીમાં
ગઈકાલે થયેલા વિસ્ફોટના એક દિવસ પછીઆ ઘટના બની હતી.
અહેવાલો
અનુસાર, જિલ્લા ન્યાયિક સંકુલના ગેટની બહાર જી-11 વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ
એક પાર્ક કરેલી કારમાં થયો હતો, તે ગેસ સિલિન્ડર વિસ્ફોટ હતો કે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ
હોવાની આશંકા છે. આ ઘટનામાં વકીલો, ડ્રાઇવરો અને રાહદારીઓ સહિત બાર લોકોએ જીવ ગુમાવ્યા
છે. આ કાવતરામાં કોણ સામેલ હતું તે હજુ સ્પષ્ટ નથી. ઘાયલોની સંખ્યા 20થી 25 હોવાનો
અંદાજ છે. વિસ્ફોટો બપોરે 12:30 વાગ્યે થયા હતા જ્યારે કોર્ટ કામકાજ વચ્ચે હતી. વિસ્ફોટોથી
કોર્ટ પરિસરમાં હાજર વકીલોમાં ગભરાટ ફેલાયો હતો. નજીકમાં પાર્ક કરેમાં મોટાભાગના વકીલો
અને કોર્ટના કર્મચારીઓ છે.
ઇસ્લામાબાદમાં
વિસ્ફોટો પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના
વાના શહેરમાં આર્મી સંચાલિત કોલેજ પર થયેલા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યાના એક દિવસ
પછી થયા હતા. રાત્રે થયેલા આ ઘાતક હુમલામાં એક આત્મઘાતી કાર બોમ્બર અને પાંચ અન્ય પાકિસ્તાની
તાલિબાની આતંકવાદીઓએ સંસ્થાને નિશાન બનાવી હતી.