• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

બિહારમાં કોને મળશે સત્તા ? આજે ફેંસલો

બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ સવારે 8 વાગ્યાથી આવવાનું શરૂ થશે 

 

પટણા, તા. 13 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક મતદાન પરિણામ આવતીકાલે 14મી નવેમ્બરના રોજ જાહેર થઈ જશે. આ અગાઉ બીજા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી બતાવવામાં આવી હતી. જેના પરિણામે ભાજપ અને નીતિશની છાવણીમાં હાશકારો

છવાયો હતો.

અંદાજીત 11 એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બતાવવામાં આવી હતી જ્યારે એકમાં કાંટાની ટક્કરનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. બિહારના પરિણામ અગાઉ ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રદેશમાં  243 બેઠક  ઉપર 243 આરઓ દ્વારા મતગણતરી થશે. આ માટે કુલ 4372 મતગણના ટેબલ સ્થાપિત કરવામાં આવ્યા છે. ઉમેદવારો દ્વારા નિયુક્ત 18,000થી પણ વધારે મતગણના એજન્ટ પ્રક્રિયાની દેખરેખ માટે હાજર રહેશે. મતગણતરી સવારે આઠ વાગ્યે શરૂ થશે. ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર પોસ્ટલ બેલેટની ગણતરી સૌથી પહેલા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 8.30 વાગ્યાથી ઈવીએમમાં પડેલા મતની ગણતરી થશે. આ સાથે ચૂંટણી પંચે કહ્યું હતું કે સટીક અપડેટ માટે માત્ર ચૂંટણી પંચના પોર્ટલની મદદ લેવામાં આવે. કોઈપણ અનઔપચારિક ત્રોત ઉપર ભરોસો કરવામાં આવે ન આવે. બિહાર વિધાનસભા સભા ચૂંટણીના પહેલા તબક્કામાં 69.04 અને બીજા તબક્કામાં 66.91 ટકા મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 121 અને બીજા તબક્કામાં 122 બેઠક ઉપર મતદાન થયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

આતંકી આઝાદ સૈફીએ કાશ્મીરમાં આર્મીની માહિતી પણ મેળવી હતી આતંકી અગાઉ પણ અમદાવાદની હોટેલ ગ્રાઉન્ડ એમ્બિયન્સમાં રોકાયો હતો November 14, Fri, 2025