ગ્રોસ ડોમેસ્ટિક રેવન્યુમાં થયો 2.3 ટકાનો ઘટાડો
નવી
દિલ્હી, તા. 1 : નવેમ્બર 2025મા દેશમાં જીએસટીની વસૂલાત વાર્ષિક આધારે 0.7 ટકા વધીને
1,70,276 કરોડ રૂપિયા થઈ છે. પહેલી ડિસેમ્બરે જારી કરવામાં આવેલા સરકારી આંકડાથી આ
વાત સામે આવી છે. નવેમ્બર 2024મા જીએસટી કલેક્શન 1.69 લાખ કરોડ રૂપિયાથી વધારે હતું.
ઓક્ટોબર 2025મા દેશમાં જીએસટી કલેક્શન વાર્ષિક આધારે 4.6 ટકા વધીને 1.96 લાખ કરોડ રૂપિયા
રહ્યું હતું. 1.70 લાખ કરોડ રૂપિયાના જીએસટીમાં
સીજીએસટીના 34,843 કરોડ રૂપિયા, એસજીએસટીના 42,522 કરોડ રૂપિયા અને આઈજીએસટીના 92,910
કરોડ રૂપિયા સામેલ છે. નવેમ્બર મહિનામાં કુલ રિફંડમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં 18,954 કરોડ રૂપિયા હતું. નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાં
9,923 કરોડ રૂપિયા, કર્ણાટકમાં 3,878 કરોડ, ગુજરાતમાં 3,825 કરોડ અને તમિલનાડુમાં
3,764 કરોડ રૂપિયાની જીએસટી આવક નોંધાઈ હતી.
નવેમ્બર
2025મા ગ્રોસ ડોમેસ્ટિક રેવન્યુ 2.3 ટકા ઘટીને 1.24 લાખ કરોડ રૂપિયાથી વધારે રહી છે.
આ ઘટાડો જીએસટી દરમાં ઘટાડા બાદ આવ્યો છે. નવેમ્બર મહિનામાં સામાનના ઈમ્પોર્ટથી આવક
10.2 ટકા વધીને 45,976 કરોડ રૂપિયા થઈ છે. સરકારી આંકડા અનજુસાર કુલ નેટ જીએસટી રેવન્યુ
1.3 ટકા વધીને 1.52 ટકા થઈ છે.