-વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કચ્છ-સૌરાષ્ટ્ર પ્રાદેશિક કોન્ફરન્સનો આજથી આરંભ: અનેક એમઓયુ અને બીટુબી બેઠકો થશે : કરોડોના રોકાણની આશા
રાજકોટ,તા.10(ફૂલછાબ
ન્યૂઝ) : વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સોમનાથથી હેલિકોપ્ટર મારફતે બપોરે રાજકોટ પહોંચીને બે દિવસ માટે યોજાનારી
કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. એ સાથે મોટાં ફલક પર કચ્છ-સૌરાષ્ટ્રના પોતાનાં રોકાણ ઉત્સવનો
આરંભ થશે. બે દિવસ દરમિયાન 1800થી વધારે બીટુબી બેઠકોમાં 1500 કરતા વધારે સંખ્યામાં
સમજૂતી કરારો થાય એવી સંભાવના છે. કુલ 110 જેટલા આંતરરાષ્ટ્રીય ખરીદારો કોન્ફરન્સમાં
આવવાના છે. વડાપ્રધાન વાયબ્રન્ટની સાથે એક્ઝિબિશનનો પણ આરંભ કરાવશે. ઉદ્ઘાટન સમયે ગુજરાતના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. સૌરાષ્ટ્ર
કચ્છ વિસ્તારમાં કરોડોનું રોકાણ આવવાની સંભાવના છે.
વાયબ્રન્ટ
ગુજરાતના રાજકોટ ખાતે પ્રથમ પ્રાદેશિક ઉત્સવ સાથે નવો અધ્યાય ઉમેરાશે. પ્રધાનમંત્રીએ
‘પંચામૃત’ લક્ષ્યો હેઠળ 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતા પ્રાપ્ત
કરવી, નવીનીકરણીય સ્રોતોમાંથી દેશની 50 ટકા ઊર્જા મેળવવી, કાર્બન ઉત્સર્જનમાં એક અબજ
ટન ઘટાડો કરવો, 2030 સુધીમાં કાર્બન તીવ્રતામાં 45 ટકાનો ઘટાડો કરવો અને 2070 સુધીમાં
નેટ-ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવું. તેવા લક્ષ્યો રાખવામાં આવ્યા છે. હવે ગુજરાતના ઉદ્યોગો
સરકારની સમતોલ અને ઉદ્યોગો માટે આકર્ષક નીતિના ટેકાથી આ દિશામાં આગળ વધી રહ્યા છે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ઊર્જા વિભાગ, એમએસએમઇ, શિપબિલ્ડિંગ-બ્રાકિંગ, ગ્રીન
હાઇડ્રોજન, ગ્રીન ફ્યુલ, એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક, શિપિંગ, ઇલેક્ટ્રિકલ્સ વગેરે અનેક
ક્ષેત્રોમાં સેમિનાર, રાઉન્ડ ટેબલ, મિનરલ્સ, ફૂડ, કૃષિ અને પેનલમાં ચર્ચાઓ કરવામાં
આવશે. એ સાથે એમઓયુ માટે કંપનીઓ પણ પરસ્પર ચર્ચાઓ કરશે.
પ્રથમ
દિવસે ‘તકોનો મહાસાગર - બ્લ્યૂ એનર્જી, ગ્રીન ફ્યુચર’ વિષય પર સીઇઓ રાઉન્ડટેબલ બેઠક
યોજાશે. જે ખૂબ મહત્ત્વની ગણાવવામાં આવે છે કારણકે તેમાં ગ્રીન સ્ટાર્ટઅપ્સ ફાયરસાઇડ
ચેટ, બ્લ્યૂ એનર્જી અને હરિત રોકાણોની સંભાવનાઓ પર ચર્ચા થશે. ‘કાર્બન ટુ ક્રોપ્સ:
ગ્રીનર મોલેક્યુલ્સ, ગ્રેટર યીલ્ડ્સ’ વિષયક બેઠકમાં કાર્બન કેપ્ચર આધારિત કૃષિ ઉકેલો
પર વિશેષ ધ્યાન અપાશે.
‘ગુજરાત
- ઇન્ડિયાઝ એનર્જી ગેટવે: લાડિંગ ધ કર્વ ઇન ઓઇલ એન્ડ ગેસ’ સત્ર સાથે જ પ્રદર્શન-કમ-ટ્રેડ
શો પણ યોજાશે. ડે-ટાઇમ પાવર ટુ એગ્રીકલ્ચર, રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે ખાતરીપૂર્વકની
કનેક્ટિવિટી અને પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના હેઠળ સોલાર રૂફટોપમાં અખિલ ભારતીય
શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવવામાં આવશે.
બીજા
દિવસે 12 જાન્યુઆરીના મુખ્ય કાર્યક્રમ સોલાર ડિવિડન્ડ્સ: પીએમ-કુસુમ અને પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના દ્વારા સશક્તિકરણ સાથે શરૂ
થશે. એઆઇ દ્વારા સ્માર્ટર રિન્યુએબલ એનર્જી
ઇન્ટિગ્રેશન અને સ્ટેડિયલ સ્ટોરેજ સોલ્યુશન્સ, સ્વચ્છ ઊર્જાને સક્ષમ બનાવતા કેબલ્સ
: લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી સાથે રિન્યુએબલ એનર્જી ઇન્ટરવોવન, એક કોરિડોર, ઘણા જોડાણો
: ક્લાયમેટ-રેઝિલિઅન્ટ એનર્જી સિસ્ટમ્સ, મિશન 100 ઋઠ (શપથ પત્ર): પંચામૃત પ્રત્યે રાજ્યની
પ્રતિબદ્ધતા અને પરમાણુ ઊર્જાના ઉપયોગ માટે રોડમેપ પર પણ ચર્ચા થશે.
‘િમશન
100 ઋઠ (શપથ પત્ર): પંચામૃત પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતા’ વિષયક ઉચ્ચસ્તરીય પેનલ ગુજરાતના
2030 સુધીમાં 100 ઋઠથી વધુ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાના સંકલ્પને રેખાંકિત
કરશે. આ સાથે ‘ગ્રીન હાઈડ્રોજન નીતિ’ અને ‘પરમાણુ ઊર્જાના ઉપયોગ માટેનો રોડમેપ’ પરનાં
સત્રો રાજ્યના હાઇડ્રોજન ઇકોસિસ્ટમ અને ભારતની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષામાં ગુજરાતની
ભૂમિકાને ઉજાગર કરશે.
થીમેટિક
સેમિનારમાં ટ્રાન્સમિશન પ્લાનિંગ અને ગ્રીડ સ્થિતિસ્થાપકતા પર ‘એક કોરિડોર, ઘણાં જોડાણો
: આબોહવા-સ્થિતિસ્થાપક ઊર્જા પ્રણાલીઓ’, ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશન પર ‘ગ્રીન ઉદ્યોગ
માટે બાયોમાસ - અનટેપ્ડ પોટેન્શિયલને અનલાકિંગ’ અને એઆઇ-સંચાલિત ગ્રીડ અૉપ્ટિમાઇઝેશન
પર ‘સ્માર્ટર રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન અને સ્ટેડિયલ સ્ટોરેજ સોલ્યુશન્સ થ્રુ એઆઇ
શામેલ હશે.
જેટકોની
આગેવાની હેઠળની ચર્ચાઓ અને વેન્ડર મીટ ગ્રીડ કનેક્ટિવિટી અને ઉદ્યોગ સહયોગ પર ધ્યાન
કેન્દ્રિત કરશે. પાવર ક્ષેત્રમાં ઉન્નત સાયબર સુરક્ષા અને કાર્બન ટુ પાક: ગ્રીનર મોલેક્યુલ્સ,
ગ્રેટર યીલ્ડ્સ, ટકાઉ કૃષિ ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરીને આવરી લેવામાં આવશે. ગ્રીન
સ્ટાર્ટઅપ્સ ફાયરસાઇડ ચેટ અને સ્ટાર્ટઅપ ફેલિસેશન પ્રોગ્રામ નવીનતાઓને રોકાણકારો, કોર્પોરેટ્સ
અને તેની યાત્રામાં એક નેતા તરીકે રાજ્યની ભૂમિકાને મજબૂત બનાવશે.
-------------
- રિવર્સ બાયર સેલર મિટમાં 1500 કરતા વધારે
એમઓયુ થવાની શક્યતા
- 110થી વધારે આંતરરાષ્ટ્રીય ખરીદારો આવશે,
1800થી વધારે બીટુબી બેઠકો
- 20 કરતા વધારે રાષ્ટ્રીય સ્તરના ખરીદારોની
હાજરી
- 26,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ભવ્ય પ્રદર્શન,
400થી વધારે એક્ઝિબિટર્સ
- જપાન, રવાન્ડા, સાઉથ કોરિયા અને યુક્રેન
કન્ટ્રી પાર્ટનર
- કૃષિ-ફૂડ પ્રોસેસિંગ, એમએસએમઇ, સંરક્ષણ,
ઊર્જા, એન્જિનિયરિંગ, પાવર-પેટ્રો સેવા ક્ષેત્રોને લાભ
- 55 એકર જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ, 1 મુખ્ય
ડોમ
- ક્રોસોલ, અદાણી ગ્રીન, એસ્સાર, નયારા એનર્જી,
જ્યોતિ સીએનસી સહિતના કોર્પોરેટ્સ આવશે
- 350 વિદેશી પ્રતિનિધિ મંડળો સાથે 5000થી
વધારે ઉદ્યોગકારો આવશે.
- લઘુ ઉદ્યોગો, હેન્ડલૂમ-હેન્ડિક્રાફ્ટને વિશાળ
જગ્યા ફાળવાઈ.
- સ્ટાર્ટઅપ સન્માન સમારોહ, પેનલ ચર્ચા
- એમએસએમઇ કોન્કલેવ, ઉદ્યોગોની રૂબરુ મુલાકાત
- ઉદ્યમી મેળો, વિક્રેતા વિકાસ કાર્યક્રમ
- નારીશક્તિ ઉદ્યોગ સંવાદનું આયોજન
- 10 કલાવૃંદો રાસ-ગરબા રમશે, ડાયરાની રમઝટ