• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

બંગલાદેશમાં વધુ એક હિંદુની હત્યા

- ખુબ માર માર્યા બાદ જોય મહાપાત્રો નામના યુવકને ઝેર અપાયું : સારવાર દરમિયાન મૃત્યુ

 

ઢાકા, તા. 10 : બંગલાદેશમાં હિંદુઓ માટે સ્થિતિ સુધરવાનું નામ લઈ રહી નથી. બંગલાદેશમાં વધુ એક હિંદુની હત્યા કરી દેવામાં આવી છે. જાણકારી અનુસાર બનાવ સુનામગંજ જિલ્લાનો છે અને મૃતકની ઓળખ જોય મહાપાત્રોના રૂપમાં થઈ છે. પરિવારના કહેવા પ્રમાણે જોય મહાપાત્રોને ખુબ માર મારવામાં આવ્યો હતો. બાદમાં ઝેર આપી દેવાયું હતું. જોયને સિલહેટ મેગ ઓસ્માની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આઈસીયુમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

બંગલાદેશમાં છેલ્લા અમુક દિવસમાં જ ઘણા હિંદુની હત્યા થઈ છે. થોડા દિવસ પહેલા લિચિંગની બચવા એક 25 વર્ષિય યુવક નહેરમાં કુદ્યો હતો. લોકો ચોરીની શંકાએ તેનો પીછો કરી રહ્યા હતા. બાદમાં ગુરુવારે ભાંદરપુર ગામમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ મિથુન સરકારના રૂપમાં થઈ હતી. વિભિન્ન રિપોર્ટસ અને માનવાધિકાર સંગઠન અનુસાર છેલ્લા 18-20 દિવસમાં જ ઓછામાં ઓછા 6-7 હિંદુની હત્યાના અહેવાલ સામે આવ્યા છે. જમાં દીપુ ચંદ્ર દાસ, રાણા પ્રતાપ બૈરાગી, મોની ચક્રવર્તી અને મિથુન સરકાર જેવા નામ પ્રમુખતાથી સામે આવ્યા છે.

ભારત સરકારના સત્તાવાર નિવેદન અનુસાર ઓગસ્ટ 2024માં શેખ હસીનાના રાજીનામા બાદથી અત્યારસુધીમાં 23 હિંદુની હત્યા થઈ છે જ્યારે હિંદુ એકતા પરિષદ સંગઠનના દાવા પ્રમાણે હિંદુઓનો મૃત્યુઆંક 82 જેટલો છે. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે યુનુસ સરકારના કાર્યકાળ દરમિયાન અલ્પસંખ્યકો સામે 2900થી વધારે હિંસક ઘટનાઓ નોંધાઈ છે.

---------------

જાન દઈને ચૂકવી ઝૂંપડીની કિંમત: પાક.માં હિન્દુ કિસાનની હત્યા

નવી દિલ્હી, તા.10 : પાકિસ્તાનના સિંધ પ્રાન્તના બદીન જિલ્લામાં એક યુવા હિન્દુ કિસાનની હત્યા બાદ વ્યાપક વિરોધ-પ્રદર્શન ભડકી ઊઠયાં છે. પાકિસ્તાની અખબાર ‘ધ નેશન’ના અહેવાલ અનુસાર કૈલાશ કોલહીનામક કિસાનની પ્રભાવશાળી જમીનદાર સરફરાઝ નિજામાનીએ કથિત રીતે ગોળી મારીને હત્યા નિપજાવી હતી. આરોપ અનુસાર જમીનદારની ભૂમિ પર એક ઝૂંપડી બનાવવાના વિવાદમાં આ હત્યા કરવામાં આવી હતી.

હત્યા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ બદીન-હૈદરાબાદ રાષ્ટ્રીય રાજમાર્ગ અને બદીન-થાર કોયલા માર્ગ પર ધરણા શરૂ કર્યાં હતાં. ઘરણાને કારણે કલાકો સુધી વાહનોનો જામ લાગ્યો હતો.

સામાજિક કાર્યકર્તા અને પાકિસ્તાન દરાવર ઈત્તેહાદના અધ્યક્ષ શિવા કાચ્છીએ ‘એક્સ’ પર જણાવ્યું હતું કે કૈલાશ કોલહીની હત્યાના વિરોધમાં સવારે 10 વાગ્યાથી મોડી રાત સુધી ધરણા જારી રહ્યાં હતાં. પુરૂષ, મહિલાઓ, બુજુર્ગ અને બાળકો કૈલાશ કોલહીના હત્યારાની ધરપકડની એકમાત્ર માંગ સાથે ધરણા પર બેઠા હતા.

આ પહેલાં પીડિત પરિવાર અને સમુદાયના લોકોએ પીરુ લશારી સ્ટોપ પર મૃતદેહ રાખીને દેખાવો કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક