• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ભારતને વેનેઝુએલાનું ક્રૂડ વેચવા ટ્રમ્પ તૈયાર

- અમેરિકી ઊર્જા મંત્રી અનુસાર અમેરિકી નિયંત્રણ હેઠળ વેનેઝુએલાનું ઓઇલ વૈશ્વિક બજારમાં વેચાશે : પૈસા વોશિંગ્ટનનાં ખાતામાં જશે

 

નવી દિલ્હી, તા. 10 : ટ્રમ્પ પ્રશાસન દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે તે ભારતને વેનેઝુએલાનું ક્રૂડ ખરીદવાની મંજૂરી આપવા માટે તૈયાર છે. જો કે આ પ્રક્રિયા નવા અમેરિકા નિયંત્રિત માળખા હેઠળ થશે. આ કદમ એવા સમયે સામે આવ્યું છે જ્યારે અમેરિકા ભારત ઉપર રશિયન ક્રૂડ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે દબાણ બનાવી રહ્યું છે અને હાલમાં જ વેનેઝુએલામાં અમેરિકી હસ્તક્ષેપ બાદ રાજનીતિક બદલાવ આવ્યો છે.

ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે વોશિંગ્ટન વેનેઝુએલાના ક્રૂડને વૈશ્વિક બજારમાં વેચવા માટે તૈયાર છે. જેમાં ભારત પણ સામેલ છે. અમેરિકી ઊર્જા મંત્રી ક્રિસ્ટોફર રાઇટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમેરિકા વેનેઝુએલાનાં ક્રૂડને ફરીથી વહેવા દેશે પણ આ પ્રક્રિયા એવાં માળખા હેઠળ કરવામાં આવશે જેમાં વેચાણ અમેરિકી સરકાર દ્વારા નિયંત્રિત અને બજારમાં વેચવામાં આવશે અને આવક વોશિંગ્ટનનાં ખાતામાં જમા કરવામાં આવશે.

રાઈટે કહ્યું હતું કે, અમેરિકા સાથે મળીને ક્રૂડ વેચી શકાશે અથવા તો વેચી શકાશે નહીં. વેનેઝુએલાનાં ગયા નેતૃત્વ સંબંધિત અપરાધિક ગતિવિધિ અને અસ્થિરતાને સમાપ્ત કરવા માટે જવાબદારી બતાવવામાં આવી છે. અમેરિકી નીતિ હેઠળ વેનેઝુએલાના તેલ નિકાસ ઉપર અનિશ્ચિકાળ સુધી નિયંત્રણ રહેશે જ્યારે અમુક ખેપ બિન અમેરિકી ભાગીદારોને પણ મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ચાલુ અઠવાડિયે જ કારકાસ અને વોશિંગ્ટન વચ્ચે એક સમજૂતી થઈ છે. જેમાં 30-50 મિલિયન બેરલ વેનેઝુએલાનું ક્રૂડ અમેરિકાને નિકાસ કરવામાં આવશે. વેનેઝુએલા પાસે ટેન્ક અને જહાજમાં લાખો બેરલ ક્રૂડ ફસાયેલું છે. જેને હવે અમેરિકી નિયંત્રણ હેઠળ વૈશ્વિક બજારમાં વેચવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક