ધો. 12 સાયન્સમાં 94.85 % સાથે મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ
ધો.
12 સામાન્ય પ્રવાહમાં આહવા-ડાંગ જિલ્લો 97.88% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે
રાજકોટ,
તા. 4 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ
અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12 વિજ્ઞાન
પ્રવાહનું સમગ્ર રાજ્યનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું હતું.
સતત ત્રણ વર્ષથી રાજ્ય બોર્ડનું પરિણામ એકંદરે ઊંચું અને પ્રોત્સાહક આવતા રાજ્યના બોર્ડના
વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.
ફેબ્રુઆરી-માર્ચમાં
ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 1,19,263 અને સામાન્ય
પ્રવાહના 5,01,286 મળી કુલ 6.20 લાખ પરીક્ષાર્થી નોંધાયા હતા. આ પરીક્ષા રાજ્યના કુલ
156 કેન્દ્ર પર યોજાઈ હતી.
ધોરણ
12ના બન્ને પ્રવાહોનાં પરિણામ સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરાયું હતું. જેમાં
1 લાખ 32 હજારમાંથી 99 પર્સેન્ટાઇલ સાથે
1459 વિદ્યાર્થી ઉત્તિર્ણ થયા હતા. અ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, ઇ ગ્રુપમાં 764 વિદ્યાર્થી
અને 98 પર્સેન્ટાઇલ સાથે અ ગ્રુપના કુલ 1233 અને ઇ ગ્રુપમાં 1563 વિદ્યાર્થી પાસ થયા
હતા.
બોર્ડનાં
પરિણામમાં છેલ્લાં કેટલાંક વર્ષના ક્રમ અનુસાર આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી
હતી. જેમાં 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થિની પાસ થઈ છે. તો 12 સામાન્ય પ્રવાહમાં
95.41% વિદ્યાર્થિની પાસ થઈ છે જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04% અને 90.10% પાસ
થયા છે.
સામાન્ય
પ્રવાહમાં 4.36 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 4.03 લાખથી વધુ વિદ્યાર્થીઓ
સફળ રહ્યા જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખમાંથી 93 હજારથી વધુ વિદ્યાર્થીઓ પાત્ર
ઠર્યા છે.
ધોરણ
12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ 100% ચાર કેન્દ્રમાં આવ્યું છે. જેમાં બનાસકાંઠાના
તડાવ, બોટાદનું કોટડા, નવસારીનું કાંગવાઈ અને ગીર સોમનાથના પ્રશ્નાવડા કેન્દ્રનો સમાવેશ
થાય છે જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદના કારઠ કેન્દ્રનું 64.88% આવ્યું હતું. સૌથી
વધુ 97.88% પરિણામ ડાંગ જિલ્લાનું આવ્યું હતું, તો સૌથી ઓછું 87.10% પરિણામ અમદાવાદ
શહેરનું આવ્યું હતું. 2030 સ્કૂલનું 100% પરિણામ આવ્યું હતું. 13 સ્કૂલનું 10% કરતા
પણ ઓછું પરિણામ આવ્યું હતું.
વિજ્ઞાનપ્રવાહમાં
રાજકોટનું 93.36 ટકા, ભાવનગર જિલ્લાનું 92.65 ટકા પરિણામ
વિજ્ઞાન
પ્રવાહમાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર ખાસ ચર્ચામાં રહ્યો છે. મોરબી જિલ્લાએ 94.85 ટકા
પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે રાજકોટ 93.36%, ભાવનગર 92.65%
અને સુરેન્દ્રનગર 92.27% જેવા જિલ્લાઓએ પણ 90 ટકા ઉપરનું મજબૂત પ્રદર્શન આપ્યું છે.
જામનગર 89.90%, જૂનાગઢ 88.97%, દેવભૂમિ દ્વારકા 86.88% અને કચ્છ 85.64 જેવા જિલ્લાઓ
સરેરાશ કરતાં સારાં પરિણામ સાથે દેખાયાં છે જ્યારે અમરેલી 83.13% અને પોરબંદર 82.37%
થોડા પાછળ રહ્યા છે.
સામાન્ય
પ્રવાહમાં કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ જેવા જિલ્લાઓની મજબૂતાઈ
સામાન્ય
પ્રવાહમાં બનાસકાંઠા, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને ભાવનગર જેવા જિલ્લાઓએ
95 ટકા કરતાં વધુનું મજબૂત પરિણામ નોંધાવી આગવું સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને કચ્છ 96.21%, સુરેન્દ્રનગર 96.39%, મોરબી 96.23% અને
ભાવનગર 95.90% જેવા સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓએ રાજ્યમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી
છે. રાજકોટ 93.69%, જામનગર 92.99%, ગીર સોમનાથ 93.57% અને અમરેલી 92.00% જેવા જિલ્લાઓનું
પ્રદર્શન પણ સરાહનીય રહ્યું છે, જ્યારે જૂનાગઢ 89.12% પરિણામ સાથે વિસ્તારના સરેરાશ
કરતાં થોડું પાછળ રહ્યું છે.