• સોમવાર, 18 મે, 2026

મમતા બેનરજીના નજીકના નેતાને ભાજપ બનાવશે સીએમ ?

મુખ્યમંત્રી પદની રેસમાં શુભેન્દુ અધિકારી સૌથી આગળ

 

કોલકાતા, તા. 4 : પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી જીત મળી છે. ભાજપની આ જીત પાછળ પીએમ મોદી, અમિત શાહ ઉપરાંત બંગાળમાં નેતા વિપક્ષ શુભેન્દુ અધિકારીનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓ ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને પાંચ વર્ષમાં પક્ષની જીત માટે તનતોડ મહેનત કરી છે. જેનાં પરિણામે કેન્દ્રીય નેતૃત્વએ ભરોસો રાખીને બંગાળમાં તેમની વાત માની છે. એક સમયે શુભેન્દુ મમતા બેનરજીના નજીકના નેતા માનવામાં આવતા હતા પણ ટીએમસી છોડયા બાદ સૌથી વધારે પ્રહાર મમતા બેનરજી ઉપર કર્યા હતા. હવે શુભેન્દુ બંગાળના સીએમ બનવાની રેસમાં સૌથી આગળ છે.

શુભેન્દુ અને તેમના પૂરા પરિવારની નંદીગ્રામ અને આસપાસના વિસ્તારમાં મજબૂત પકડ રહી છે. કોંગ્રેસમાંથી રાજનીતિની શરૂઆત કરનારા શુભેન્દુ ટીએમસીમાં સામેલ થયા બાદ મમતા બેનરજીના ખાસ બન્યા હતા. 2007-08મા થયેલા નંદીગ્રામ આંદોલનમાં તેઓની મુખ્ય ભૂમિકા રહી હતી. આ આંદોલને જ મમતાને સત્તા અપાવી હતી અને દોઢ દશક રાજ કર્યું હતું. શુભેન્દુના પરિવારમાં તેમના પિતા શિશિર અધિકારી દિગ્ગજ નેતા રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક