અર્થતંત્રને નવી ગતિ આપવા, ઉદ્યોગો અને કૃષિને મજબૂત બનાવવા અનેક મહત્વનાં આર્થિક નિર્ણય : 1.52 લાખ કરોડ ખર્ચાશે
વાડીનારમાં
શિપ રિપેર સુવિધા માટે 1570 કરોડ રૂપિયા
નવીદિલ્હી,તા.પ:
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્રને નવી ગતિ આપવા અને પ્રમુખ ઉદ્યોગો અને
કૃષિને મજબૂત બનાવવાનાં ઉદ્દેશથી કેન્દ્ર સરકારે અનેક મહત્વનાં આર્થિક નિર્ણયો લીધા
છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ
નિર્ણયોની જાણકારી આપી હતી. આમાં મુખ્યત્વે વિમાન ક્ષેત્ર, સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ એકમો
(એમએસએમઈ), કૃષિ અને સમુદ્રી બુનિયાદી માળખા સંબંધિત નિર્ણયોનો સમાવેશ થાય છે. કેન્દ્ર
સરકારે કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયો માટે આશરે 1.પ2 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે.
કપાસ ઉત્પાદન વધારવા માટે કપાસ ક્રાંતિ અભિયાન ઉપર પ6પ9 કરોડ રૂપિયા ખર્ચ થશે. જ્યારે
2026-27ની સીઝન માટે શેરડીનાં ઉચિત અને લાભકારી ભાવ સંબંધિત નિર્ણય પણ લેવામાં આવ્યો
છે. આર્થિક ગતિવિધિઓને ગતિ આપવા માટે ઈસીએલજીએસ-પ યોજના ઉપર 18100 કરોડ રૂપિયા ફાળવાયા
છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં
મોરચે વાડીનારમાં શિપ રિપેર સુવિધા માટે 1570 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અનેક રેલવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. આમાં નાગદા-મથુરા, ગુંટકલ-વાડી
અને બુરહવાલ-સીતાપુર રેલવે લાઈનનાં વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેમીકંડક્ટરને
પ્રોત્સાહન આપવા માટે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ અને સુચી સેમિકોન પ્રાઈવેટ લિમિટેડનાં
યુનિટ ઉપર પણ રોકાણ કરવામાં આવશે.
દેશનાં
32 લાખ કપાસ કિસાનોને સીધો ફાયદો પહોંચાડવા માટે કેબિનેટે કપાસ ક્રાંતિ નામે એક નવી
પહેલ કરી છે. ભારતમાં હાલ 297 લાખ ગાંસડી ઉત્પાદન સાથે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો
કપાસ ઉત્પાદક દેશ છે. વર્ષ 2030-31 સુધીમાં કપાસની માગ વધીને 450 લાખ ગાંસડી થવાનું
અનુમાન છે. આ વધતી માગને પૂરી કરવા માટે સરકારે 5669 કરોડ રૂપિયાની એક વિસ્તૃત યોજનાને
મંજૂરી આપી છે.