• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

લોન મોંઘી નહીં, હપ્તા યથાવત

- RBI મોનીટરી પોલીસી : રેપો રેટ સતત બીજીવાર 6.50 ટકા સ્થિર, મોંઘવારીમાં રાહત

 

નવી દિલ્હી, તા.8 : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે સામાન્ય જનને રાહત આપતાં મોનીટરી પોલિસીમાં રેપો રેટ યથાવત રાખ્યો હતો જેથી લોન મોંઘી નહીં થાય અને લોનના હપ્તા પણ નહીં વધે.

આરબીઆઈએ રેપો રેટમાં વધારો ન કરીને તેને 6.પ0 ટકાના દરે જાળવી રાખ્યો છે. સતત બીજીવાર ચાવીરુપ દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે મોનીટરી પોલિસીમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતાં જણાવ્યું કે મોંઘવારીમાં વધારો ન થતાં રેપો રેટ યથાવત્ રાખવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ર0ર3-ર4માં ફૂગાવાનો દર 4 ટકાથી ઉપર રહેવાનું અનુમાન છે. છૂટક મોંઘવારીનો દર સરેરાશ પ.1 ટકા તથા જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહી શકે છે.

આરબીઆઈ અનુસાર, ભારતીય બેંકિંગ સિસ્ટમ મજબૂત દેખાઈ રહી છે. અર્થતંત્રના અન્ય પરિબળો સારી સ્થિતિમાં છે અને ગ્રોથ કરી રહ્યા છે. મોંઘવારીના આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી વ્યાજ દરો સ્થિર રાખવામાં મદદ મળે છે. આરબીઆઈ ર0રરથી ફેબ્રુઆરી ર0ર3 સુધીમાં રેપો રેટમાં ર.પ0 ટકાનો વધારો કરી ચૂકી છે. છેલ્લે એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં રેપો રેટ 6.પ0 ટકાના સ્તરે યથાવત્ રખાયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024