વડાપ્રધાન મોદીનું સ્વપ્ન સાકાર થવા ભણી : દેશ પહેલીવાર ટોપ-5માં
નવી દિલ્હી, તા.19: ભારતને પ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન જલ્દી પૂરું થવાનું છે. ભારત પહેલીવાર 4 ટ્રિલિયન ડોલર ઈકોનોમી ક્લબમાં સામેલ થયું છે. પહેલાં સ્થાને અમેરિકા, બીજા ક્રમે ચીન અને ત્રીજાં સ્થાને જાપાન, ચોથા ક્રમે જર્મની અને ભારત પાંચમા સ્થાને રહ્યંy છે.
ભારતે એક મહત્ત્વની સિદ્ધિમાં 18 નવેમ્બર, ર0ર3ના રોજ 4 ટ્રિલિયન ડોલર (રૂ.4 લાખ કરોડ)નો આંક પાર કરતા જીડીપી મામલે વિશ્વના ટોચના પાંચ દેશમાં સ્થાન મેળવ્યું હતું. આઇએમએફના ડેટા પર આધારિત વિશ્વના તમામ દેશોના જીડીપીનો લાઇવ ટ્રેકિંગનો ક્રીન શોટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં ભારતીય સમયાનુસાર રવિવારે 4 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનવા બદલ દેશ પર શુભેચ્છા વર્ષા થઈ હતી. 4 ટ્રિલિયન ડોલર ઇકોનોમી ભારતના મજબૂત આર્થિક વિકાસને દર્શાવે છે.
વડાપ્રધાન મોદીએ ર0રપ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તાજેતરમાં નાણા મંત્રી નિર્મલા સીતારમને કહ્યંy હતું કે ભારત ર0ર7 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ રાખીને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. આ પહેલા આરબીઆઇએ 16 નવેમ્બરના એક લેખમાં કહ્યંy હતું કે આર્થિક પૂર્વાનુમાનોને આધારે વ્યાપક સહમતી છે કે બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ આરબીઆઇના 6.પ ટકાના અનુમાનથી સારી રહેશે. નાણાકીય વર્ષના પહેલા 3 મહિનામાં ભારતનું અર્થતંત્ર 7.8 ટકાના દરે વિકાસ પામ્યું છે. આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસે 31 ઓક્ટોબરે કહ્યંy હતું કે આર્થિક ગતિવિધિઓની ગતિ જોતા તેમને આશા છે કે નવેમ્બરના અંતમાં આવનારા બીજા ત્રિમાસિકના જીડીપી આંક આશ્ચર્યચકિત હશે.