• મંગળવાર, 28 નવેમ્બર, 2023

સુરંગમાં 6 ઇંચની 53 મીટર લાંબી પાઇપલાઇન પહોંચાડાઈ

ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાનો આજે 10મો દિવસ: હવે ફસાયેલા શ્રમિકોનાં જીવનની સલામતીના પ્રયાસોમાં વધુ આસાની

 

નવીદિલ્હી, તા.20: ઉત્તરકાશીમાં ધસી ગયેલી સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકને બચાવવાનાં અભિયાનમાં આજે નવમા દિવસે એક મોટી સફળતા મળી હતી. સિલ્ક્યારા પાસે સુરંગમાં ધસેલી માટીથી અવરોધાયેલા હિસ્સામાં 6 ઇંચની પ3 મીટર લાંબી પાઇપલાઇન ડ્રિલિંગ કરીને આરપાર પસાર કરી દેવામાં આવી છે. જેનાં મારફત હવે જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા શ્રમિકોને ખાદ્યસામગ્રી અને સંચારનાં ઉપકરણો પહોંચાડવામાં આવશે.

આજે સાંજે સાડા ચાર કલાકે એનએચએઆઇડીસીએલના ડિરેક્ટર અંશુમનીષ ખલખો સહિતનાં પ્રશાસનનાં વરિષ્ઠ અધિકારી દ્વારા સંચાલિત બચાવ-રાહત અભિયાનનાં પ્રભારી દીપક પાટિલે જણાવ્યું હતું કે, નવમા દિવસે મળેલી આ પહેલી મોટી કામિયાબી બાદ શ્રમિકોને જલ્દી સુરક્ષિત બહાર કાઢવાનાં પ્રયાસો હાથ ધરી દેવામાં આવશે.

સુરંગમાં અટવાયેલા શ્રમિકોના જીવનની રક્ષા માટે અત્યાર સુધી 4 ઈંચની પાઇપલાઇન જ લાઇફ લાઇન બનેલી હતી.

હવે વૈકલ્પિક વ્યવસ્થા માટે છ ઇંચ વ્યાસની બીજી પાઇપલાઇન પણ બિછાવી દેવામાં આવી છે. જેમાં હવે વધુ મોટા કદનાં સાધન-સામગ્રીઓ અંદર મોકલી શકાશે.

આ બચાવ અભિયાનમાં વાયુસેના પણ સતત સહાયતામાં છે. અત્યાર સુધીમાં વાયુસેનાએ 36 ટનનાં બેહદ મહત્ત્વપૂર્ણ ઉપકરણોને એરલિફ્ટ કરીને ટનલ સુધી પહોંચાડેલા છે.

 

 

Sports

ભારતનું લક્ષ્ય શ્રેણી કબજે કરવી: આજે ત્રીજો T-20 પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયા પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ November 28, Tue, 2023

Crime

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ November 28, Tue, 2023