• મંગળવાર, 25 જૂન, 2024

આજે ચક્રવાત ‘રેમલ’ ત્રાટકવાનો ભય

બાંગ્લાદેશને ટકરાઈ ભારત તરફ ફંટાઈ શકે : બંગાળ, ઓરિસ્સામાં એલર્ટ 

નવી દિલ્હી, તા.ર5 : ભારતીય હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેસર બાદ સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડુ ‘રેમલ’ તા.ર6ને રવિવારે બાંગ્લાદેશમાં ટકરાઈ ભારત ભણી ફંટાઈ સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળના કિનારે ત્રાટકી શકે છે. ચોમાસા પહેલા આ પહેલો ચક્રવાત છે.

ચક્રવાત રેમલ બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં ઉઠયા બાદ મધ્ય ભાગ તરફ આગળ વધશે પછી ઉત્તર તરફ જઈ ભારતના કિનારા તરફ પહોંચશે. સૌથી પહેલા તે બાંગ્લાદેશમાં ટકરાશે ત્યાર બાદ પશ્ચિમ બંગાળ પછી ઓરિસ્સામાં ટકરાશે. મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં તેની અસર જોવા મળશે. ચક્રવાતને પગલે તા.ર6 અને ર7 મે ના રોજ ઝડપી પવન ફૂંકાવા સાથે કેટલીક જગ્યાઓએ ભારેથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉત્તર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કિનારાના ક્ષેત્રોમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે 60થી 1ર0 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. કિનારા તરફ નજીક આવશે તેમ હવાની ઝડપ ઘટશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024