કોરોનાનાં સંક્રમણના સતત ઝળુંબતા ઓછાયા વચ્ચે આ વખતે ઋતુજન્ય રોગોનાં વધેલાં જોખમે લોકોમાં અને તબીબી જગતમાં ફડકો જગાવ્યો છે. સામાન્ય રીતે મોસમની તાસીર બદલાય ત્યારે તેની અસર તળે અમુક સામાન્ય બીમારીઓ દેખા દેતી હોય છે, પણ આ વખતની આ મોસમી બીમારીનું સ્વરૂપ ગંભીર હોવાનું સામે આવી રહ્યંy છે. દેશમાં ગુજરાત, કર્ણાટક અને પૂના સહિત કુલ મોતનો આંકડો સાતને આંબી ગયો છે, 1લી માર્ચે કર્ણાટકમાં પહેલું મોત થયું હતું, તો ગુજરાતમાં વડોદરાનાં 58 વર્ષીય મહિલાએ દમ તોડયો હતો. અલબત્ત, સત્તાવાર આંકડો હજી ત્રણ મોતનો જણાવાય છે, આ વખતે નવા પ્રકારના વાયરસની અસર તળે ખાંસી, તાવ, ગળાંમાં સોજા જેવી તકલીફોમાં ઇન્ફ્લુએન્ઝાની ચેપી બીમારી લોકોને કનડી રહી છે. રાહતની વાત એ છે કે, આ સંક્રમણ કોરોના જેવું જોખમી નથી, પણ તેની અસર લાંબા સમય સુધી બની રહેશે. તેમ છતાં દેશનું આરોગ્ય મંત્રાલય આ બાબતે સતર્ક છે અને કોરોનાની જેમ જ ગાઇડલાઇન બહાર પાડી છે, હોસ્પિટલોને સારવાર માટે સતર્ક રહેવા કહી દેવાયું છે. ઠંડીની મોસમમાં અચાનક ભારે ગરમી આવી પડતાં આ નવતર વિષાણુઓ ઉદ્ભવ્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યંy છે. હવે આ વિષાણુ ઝડપભેર પ્રસરી રહ્યા છે. પરિણામે હોસ્પિટલોમાં દર્દીઓની કતાર લાગવા માંડી છે. અમુક હોસ્પિટલોને તો આ નવતર વિષાણુઓનાં સંક્રમણ સામે ખાસ વોર્ડ પણ ખડા કરવા પડયા છે. એવાં પ્રાથમિક તારણ પણ સામે આવ્યાં છે કે, આ નવતર વિષાણુની અસર તળે કોરોનાના કેસ પણ ઝડપભેર ફરી વધવા લાગ્યા છે. સ્વાભાવિક છે કે, આરોગ્ય વિભાગ અને તબીબો લોકોને વધુ સાવચેત રહેવા અપીલ કરી રહ્યા છે. જોકે, શેર કરો -