• શનિવાર, 18 મે, 2024

avsan nondh

ચક્ષુદાન

ધોરાજી: જામકંડોરણાના છગનભાઈ નારદભાઈ બાલધા અને તેમના પત્ની લીલાબેન છગનભાઈ બાલધાના અવસાન થતા જામકંડોરણાના સેવાભાવી યુવાન વિનુભાઈ રાદડિયાએ ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને જાણ કરાતા. સરકારી હોસ્પિટલ ધોરાજીના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને જામકંડોરણા સરકારી હોસ્પિટલના ડો. ભરતભાઈ આહીર અને મેડિકલ ટીમે ચક્ષુદાન સ્વિકાર્યુ હતું.

આ તકે સંજયભાઈ રાદડિયા, દિવ્યેશભાઈ રાદડીયા, દિનેશભાઈ ઠુંમર, સંજયભાઈ બોદર, રાજેશભાઈ રાદડિયા, જીતુભાઈ કોયાણી વગેરે ઉપસ્થિત હતા.

રાજકોટ: હંસાબેન જયસુખલાલ ધોળકિયા (ઉં.73) તે દીપકભાઈ, પરાગભાઈના માતુશ્રી, તે વિરાજ, હર્ષના દાદી, તે રમેશચંદ્રભાઈ, ભુપતભાઈ માણેકચંદ્રભાઈ ઝીંઝુવાડિયાના મોટા બહેનનું તા.2ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.4ના સાંજે 4થી 6, કુવાવાળી ખોડિયાર માતાજીનું મંદિર, લક્ષ્મીપાર્ક, લક્ષ્મીવાડી, રાજકોટ છે.

જૂનાગઢ: સ્વ.કાંતિલાલ શામજીભાઈ રૂપારેલીયાના પત્ની શાંતાબેન (ઉં.90) તે દિનેશભાઈ, સ્વ.રમેશભાઈ અને રાજેશભાઈના માતુશ્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 5થી 6, તેમના નિવાસ સ્થાન, તળાવ દરવાજા શેરી નં.2, જૂનાગઢ છે.

વાંકાનેર: કલોલા વસંતભાઈ વીરજીભાઈ (ઉં.57) તે સ્વ.જયસુખ, સ્વ.સુરેશભાઈના ભાઈ, તે દીપકભાઈ, ભાવેશભાઈ, તુષારભાઈના પિતાશ્રી, તે દેવાંગભાઈના કાકા, તે પ્રતિકભાઈના મોટા બાપુનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાને હરી પાર્ક, જાજર સિનેમા પાછળ, વાંકાનેર-મોરબી નેશનલ હાઇ-વે, વાંકાનેર છે.

જૂનાગઢ: મોઢ માંડલિયા સુશીલાબેન નટવરલાલ મહેતા (ઉ.80) તે નટવરલાલ અમૃતલાલ મહેતાના પત્ની, તે દિલીપભાઈ, ચેતનાબેન શાહના માતુશ્રી, તે કેવલભાઈના દાદીનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4ના સાંજે 5-30 થી 7, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, ન્યુ બેસ્ટ ઈંગ્લીશ સ્કૂલ પાસે, પોસ્ટલ સોસાયટી, જૂનાગઢ છે.

પોરબંદર: પ્રભુદાસ નારણદાસ ઠકરાર (ઉ.75)(મુળ ભણગોરવાળા) તે અશોકભાઈના ભાઈ, તે રાજેશભાઈ, અતુલભાઈના પિતાશ્રી, તે નારણભાઈ રણછોડભાઈ મોનાણીના બનેવીનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4ના 4-15 થી 4-45, લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે. શ્વસુર પક્ષની સાદડી સાથે છે.

તાલાલા: લક્ષ્મીદાસ (ભરતભાઈ) ભીમજીભાઈ તન્ના (ઉ.65) તે સ્વ.મોહનલાલ દયાળજીભાઈ રૂપારેલિયાના જમાઈ, તે ચંદુભાઈ, મહેન્દ્રભાઈ, મુકેશભાઈ (બાલજીભાઈ)(જલારામ ફરસાણ ગ્રુપ કોડીનાર), પ્રવીણભાઈ (રાજકોટ)ના બનેવીનું તા.2ના તાલાલા મુકામે અવસાન થયું છે. શ્વસુર પક્ષની સાદડી તા.4ના સાંજે 4 થી 6, લોહાણા મહાજન વાડી,

કોડીનાર છે.

રાજકોટ: કુંકાવાવ નિવાસી હાલ રાજકોટ વાસુદેવભાઈ ચત્રભુજ શેઠ તે કાંતાબેનના પતિ, તે સ્વ.ભાલચંદ્રભાઈ, સ્વ.હર્ષદભાઈ, સ્વ.નવનીતભાઈ, રાજેશભાઈ શેઠના ભાઈ, તે પ્રેમીલાબેન ચીમનલાલ દોશી, દમયંતીબેન મુકુંદભાઈ કાચલીયાના ભાઈ, તે સ્વ.વસંતભાઈ, સ્વ.વિનોદરાય, સ્વ.સૂર્યકાંત, ગુણવંતરાય, સ્વ.રમેશચંદ્ર નાનાલાલ ધોળકિયાના બનેવી, તે મનોજકુમાર જમનાદાસ પારેખના સસરાનું તા.2ના અવસાન થયું છે. ઉઠમણું તા.4ના સાંજે 5 કલાકે ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

વેરાવળ: પ્રો.ચંદ્રકાંત જાની (ઉ.81) તે ઋત્વિનના પિતા, તે પ્રવિણાબેનના પતિ, તે ખુશીના દાદાનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.4ના સાંજે 4-30 થી 6, ઔદિચ્ય ઝાલાવાડી વંડી, 80 ફુટ રોડ, વેરાવળ છે.

વેરાવળ: વિજયભાઈ ભાઈશંકરભાઈ રાવલ (ઉ.47) તે મયંકભાઈ, કવિતાબેન, રૂપાબેન ડોલરભાઈ રાજ્યગુરૂના ભાઈ, તે જયેન્દ્રભાઈ, ધવલભાઈ પંડયા (વેરાવળ)ના બનેવીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4 થી 6, સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

ઇ-પેપરના નવા શુલ્ક