• રવિવાર, 19 મે, 2024

ભુણાવા પાસે બે કાર અકસ્માતમાં શાપરના પ્રૌઢ-યુવાનનાં મૃત્યુ

કાર ડિવાઇડર ઠેકી સામેથી આવતી કાર સાથે અકસ્માત  સર્જ્યો’તો

રાજકોટ, તા.1પ : ગોંડલ હાઇ વે પરની ભુણાવા ચોકડી પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઇડર ઠેકી જતાં સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જ્યે હતો અને શાપરના યુવાન-પ્રૌઢના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, શાપર વેરાવળમાં પટેલ સમાજની વાડી પાસે રહેતો હસમુખ જગદીશ કિયાડા (ઉં.30)અને કિરણ ખોડાભાઈ સિદ્ધપરા (ઉં.પર) કાર લઈને શાપરથી (જુઓ પાનું 10)

 ગોંડલ જવા નીકળ્યા હતા. દરમિયાન ભુણાવા ચોકડી પાસે પહોંચ્યા હતા ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર હાઇ વેનું ડિવાઇડર ઠેકી સામેથી આવતી ફોર્ચ્યુનર કાર સાથે ધડાકા ભેર અથડાઈ હતી અને હસમુખ કિયાડા અને કિરણ સિદ્ધપરાના ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે સામેની કારમાં એરબેગ ખૂલી જતાં તેમાં બેઠેલા વ્યક્તિઓનો બચાવ થયો હતો.

આ બનાવ અંગેની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને બન્નેના મૃતદેહો પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક