• રવિવાર, 19 મે, 2024

દ્વારકાના રૂપેણ બંદર દરિયા કિનારે 44.85 લાખનું ચરસ રેઢું મળ્યું 897 ગ્રામ ચરસ કબજે કરી તપાસનો શરૂ થયો ધમધમાટ

જામ ખંભાળિયા, તા.16 (ફૂલછાબ ન્યૂઝ) : દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયની સૂચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પી.આઈ. પી.સી.સીંગરખિયા સ્ટાફના માણસો રૂપેણબંદર વિસ્તાર દરિયા કાંઠે ફૂટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન યા હઝરત અશાબા પીરની દરગાહથી રૂપેણ બંદર તરફ આવતા શાંતિ નગર, હોટલ સ્કાય કમ્ફર્ટ બીચની સામે દરિયાકાંઠા ઉપર પથ્થરોની બાજુમાં એક પારદર્શક પ્લાસ્ટિકની સેલોટેપ વિટાળેલ શંકાસ્પદ પેકેટ બિનવારસુ હાલતમાં જોવામાં આવેલ જેથી તુરંત જ તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી દ્વારકા પી.આઈ. પટેલની સાથે ઉપરોક્ત બિનવારસુ મળી આવેલ પેકેટ જેના ઉપર અંગ્રેજીમાં ઇઅઈંકઊઢ’જ ઘછઈંઋઈંગઅક, ઈંછઈંજઇં ઈછઊઅખ લખેલ હતું. આ ઉપરોક્ત માદક પદાર્થની એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં તપાસણી કરતા માદક પદાર્થ વિદેશી હાઈ ક્વોલિટીનું ચરસ હોવાનું જણાતા કોઈ અજાણ્યા ઈસબ દ્વારા કુલ 897 ગ્રામ ચરસ જેની કિં.રૂ.44,85,000નું હેરાફેરી કરતા કોઈપણ રીતે પડી ગયેલ હોય જેના વિરુદ્ધ એન.ડી.પી.એસ. કલમ 8(સી), રર(સી) મુજબ દ્વારકા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ પી.એસ.આઈ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક