• શનિવાર, 04 મે, 2024

સલમાનનાં ઘર પર ગોળીબાર કેસમાં સુરતમાં મુંબઈ પોલીસના ધામા તરવૈયાની મદદથી હથિયાર શોધવા સુરતમાં મથામણ

સુરત તા.22 (ફૂલછાબ ન્યૂઝ) : બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના મુબંઈમાં બાંદ્રા સ્થિત ઁલેક્સી એપાર્ટમેન્ટમાં ગત તારીખ 14 એપ્રિલની વહેલી સવારે પિસ્તોલથી પાંચ રાઉન્ડ ફાયારિંગ કરવામાં આવ્યુ હતું. દરમિયાન ફાયારિંગ કર્યા બાદ આરોપીઓ નાસી છૂટયા હતા. આ ઘટનાના સબંધમાં જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના નાના ભાઈ અનમોલ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યા છે. તથા મુબંઈ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા કચ્છ-ભુજથી બે આરોપી વિક્કી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે આરોપીઓ કચ્છ નાસી છૂટતા પહેલા સુરતની અશ્વિનીકુમાર ખાડીમાં બંદૂક ફેંકવાની કબૂલાત કરી હતી. જે કબૂલાતના આધારે મુંબઈ પોલીસના ટોચના સત્તાવાળાઓ દ્વારા આ મામલે સુરતના પોલીસ કમિશનર અનુપમાસિંહ ગેહલોતની મદદ માંગવામાં આવી હતી. દરમિયાન સુરત સીપી દ્વારા ક્રાઈમ બ્રાંચની ટીમને તમામ પ્રકારે મદદ કરવા તાકીદે સૂચના આપી હતી. તેથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક ક્રાઈમ બ્રાંચ યુનિટ 9ના ઈન્ચાર્જ પોતાની ટીમ સાથે સુરત પહોંચી આવ્યા હતા. અને આરોપીઓને સાથે રાખી તાપી નદીમાં આગળની તપાસ હાથ ધરાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક