• મંગળવાર, 14 મે, 2024

યુવતીને ફેશન શોમાં માર મારવાના કેસમાં વોન્ટેડ શખસની ધરપકડ પોરબંદર પોલીસે ઘટનાનું કરાવ્યું રિર્હસલ

પોરબંદર, તા.28 (ફૂલછાબ ન્યૂઝ): પોરબંદરના ચેતન ગગુ પરમાર નામના યુવાન સામે સાત જેટલા ગુના નોંધાયા હતા તેમજ મહિલાઓને જાહેરમાં માર માર્યાના ગુનામાં તે વોન્ટેડ હતો પોરબંદરની એક યુવતી સાથે સંપર્કમાં આવ્યા પછી તેને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો અને એક ફેશન શોમાં આ યુવતી જાણીતી હોટલમાં જજ તરીકે ગઈ હતી ત્યારે ચાલુ કાર્યક્રમે ધમાલ મચાવી તેનો ક્રાઉન તોડી બેફામ માર માર્યો હતો એટલું જ નહીં એ યુવતીનું સ્કુટર પણ અગાઉ સળગાવી નાખ્યાનો ગુનો પણ પોલીસ ચોપડે નોંધાયો હતો ત્યારે ચેતન ગગુ પરમાર નામના આ શખસને પોલીસે પકડી પાડયા બાદ લોકોનો ભય દુર કરવા માટે તેની પાસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં જે હોટેલમાં ફેશન શોનું આયોજન થયું હતું. ત્યાં જઈને તેની ‘બીફોર’ ‘આફ્ટર’ની પોસ્ટ પણ પોલીસે સોશ્યલ મીડિયામાં શેર કરી છે તે ઉપરાંત તે યુવતીના ઘરની પાસે લઈ જઈને પણ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું એટલું જ નહીં પરંતુ આ શખસે અગાઉ સોશ્યલ મીડિયામાં પણ પોતે કારના બોનેટ ઉપર ઉભો હોય તેવો વીડિયો વાયરલ કર્યો હતો એ સમયે તેની સામે ગુનો દાખલ થયો હતો. સોશ્યલ મીડિયામાં કારમાં બેસીને રોડ ઉપર રૂપિયા ઉડાડતો હોય તથા હુકો પીતો હોય તેવા ફોટા પણ શેર થયા હતા. આથી પોલીસે પણ પોતાના જ સોશ્યલ મીડિયાના એકાઉન્ટ ઉપર આ શખસના ‘બીફોર’ તથા ‘આફ્ટર’ના વીડિયો તૈયાર કરીને અગાઉ પોતે કઈ રીતે સીનસપાટા કરતો હતો તે અને ત્યાર બાદ પોલીસે તેનું રીકન્સ્ટ્રક્શન કઈ રીતે કરાવ્યું તે વીડિયો શેર કર્યો હતો. પકડાયેલા ચેતન ગગુ પરમારને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના જામીન નામંજુર થયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક