• શનિવાર, 18 મે, 2024

સરકાર મોંઘવારી મુદ્દે સંસદમાં કે કોઇ મંચ પર ચર્ચા કરવા તૈયાર નથી : ખડગે

લોકશાહીને બચાવવા,  લોકશાહીને ટકાવવા અને સંવિધાનને રજૂ કરવા માટે તેમજ મોંઘવારી સામે અમારી લડાઇ જારી

અમદાવાદ, તા. 3: ગુજરાતમાં આગામી મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ચુંટણીસભા ગજવી રહ્યા છે. જેમાં આજે, શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે ગુજરાતના અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. અમદાવાદમાં કોગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે હું જ્યાં જ્યાં ગયો છુ ત્યાં લોકો આ દશ વર્ષની સરકારને બદલવા માગે છે. હાલમાં જે મોંઘવારી છે તેનો સરકાર પાસે જવાબ નથી. સરકાર સંસદમાં કે કોઇ મંચ પર તેની ચર્ચા કરવા તૈયાર નથી. મોંઘવારીનો મુદ્દો ઉઠાવતા તેની વાત પણ કરતા નથી.ખડગેએ કહ્યુ કે યુવાનો નોકરી માટે તડપી રહ્યા છે ત્યારે વડાપ્રધાને દર વર્ષે 2 કરોડ નોકરી આપીશ એમ કહીને સમજાવ્યા છે. સરકારમાં હાલમાં 30 લાખથી વધુ મંજૂર ખાલી જગ્યા છે. તે ભર તો 50 ટકા ઓબીસી (જુઓ પાનું 10)

માટે જશે અને 50 ટકા જનરલમાં જશે. કાયમી જગ્યાએ ભરતી કેમ નથી પ્રશ્ન છે. આમ ભરતી નહી કરવાની ઇચ્છા એ ગરીબો તરફ લક્ષ્ય નથી તે દેખાય છે. ત્યાર બાદ અમીરો અને ગરીબ વચ્ચે ખાઇ વધી ગઇ છે. ખાદ્ય સુરક્ષા યોજનાને કોઇ બદલી શકે તેમ નથી. તેમાં ફેરફાર કરવો હોય તો સંસદમાં કાયદો બદલવો પડે છે. વડાપ્રધાને આવુ કોઇ વચન આપ્યુ નથી. તેમણે ગેરંટી બોલીને ગેરંટી આપી નથી. તેમણે ફક્ત મત લીધા છે કંઇ આપ્યુ નથી. જેમના ઘરમાં રૂ. 15 લાખ આવ્યા છે તેઓ નસીબદાર છે એમ કહીને ભાજપ પર ટોણો માર્યો હતો. 

સંવિધાન બદલવાની વાત અંગે તેમણે કહ્યુ કે આ વાત મોહન ભાગવતે નવ વર્ષ પહેલા કરી હતી. હોમ મિનીસ્ટર તેમના કામ સિવાય બધું જ છે. સહકાર વિભાગ પણ તેમની પાસે છે. ફાઇનાન્સ મિનીસ્ટર પાસે ઇડી હોય છે પરંતુ તે હોમ મિનીસ્ટર પાસે છે. શું લોકોને સતાવવા માટે લીધું છે? આમ તેઓ સ્વાયત્ત સંસ્થાનો દુરુપયોગ કરી રહ્યા છે આમ લોકશાહીને બચાવવા,  લોકશાહીને ટકાવવા અને સંવિધાનને રજૂ કરવા માટે તેમજ મોંઘવારી સામે અમારી લડાઇ જારી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક