• રવિવાર, 19 મે, 2024

ક્ષત્રિય બાદ હવે માલધારી સમાજ ભાજપથી નારાજ

પોતાના ઘરે કે વરંડામાં પશુ ના રાખી શકે તેવા નિર્ણયથી માલધારી સમાજના લોકોમાં રોષ: ગુજરાત માલધારી મહાપંચાયત

અમદાવાદ, તા.5: લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાના મતદાન બાદ હવે દેશની નજર ત્રીજા તબક્કાના મતદાન પર ટકેલી છે. ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 95 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે ત્યારે પહેલા ક્ષત્રિયો, ત્યારબાદ કોળી સમાજ અને હવે માલધારી સમાજ ભાજપથી નારાજ થયો હોવાના અહેવાલ છે.

આજે ગુજરાતના માલધારી મહાપંચાયતના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈના પ્રમુખસ્થાને આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પશુપાલકો ભાજપની બેધારી નીતિથી નારાજ છે. 156 મહાનગરપાલિકા અને 8 મહાનગરોમાં પોતાના ઘરે કે વરંડામાં પશુ ના રાખી શકે તેવા નિર્ણયથી માલધારી સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો છે. સાથે જ ગોચરભૂમિ માનીતા ઉદ્યોગપતિને આપી દેવી તેવી બે ધારી નીતિ સામે પશુપાલકો આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક