• રવિવાર, 19 મે, 2024

રાજયમાં 41 ડિગ્રી તાપમાન સાથે ભાવનગર સૌથી ગરમ

 

અમદાવાદ, તા.5: ગુજરાતમાં મંગળવારે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે આકરી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  આજે આ હિટવેવની આગાહી વચ્ચે રાજકોટ સહિતના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ભાવનગર 41 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જો કે રાજકોટમાં વાતાવરણ પલટાતા તાપમાનનો પારો પટકાયો હતો અને 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે અમુક વિસ્તારમાં વાદળો વચ્ચે અમી છાંટણા થયા હતા. વાદળોના કારણે ગરમીમાં થોડી રાહત મળી હતી. આજે અમરેલીમાં 40.8, સુરતમાં 40, સુરેન્દ્રનગરમાં 39.8, અમદાવાદમાં 39.2 મહતમ તાપમાન નોંધાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક