• રવિવાર, 19 મે, 2024

રાજુલા ચૂંટણી ફરજમાં આવેલા સીઆઇએસએફ જવાનના બેન્ક ખાતામાંથી રૂ. 9.93 લાખ ઉપાડી છેતરપિંડી

  મોબાઇલમાં આવેલ લિંક ડાઉનલોડ કરતા જ ઓનલાઇન થયું ફ્રોડ

અમરેલી, તા.5 (ફૂલછાબ ન્યૂઝ) : ચેન્નાઈ તામિલનાડુથી રાજુલા ખાતે ચૂંટણી ફરજ પર આવેલા એક સીઆઇએસએફ સુરક્ષાકર્મી એક અજાણ્યા મોબાઇલ નંબરધારકના વિશ્વાસમાં આવી જાય. મોબાઇલ મારફત આવેલ એક લિંક ડાઉનલોડ કરતાં પોતાનાં બેન્ક ખાતામાંથી રૂ.9.93 લાખ ગુમાવવાનો વખત આવેલ હતો.

પ્રાપ્ત વિગત મુજબ મૂળ બંગાળના અને હાલ તામિલનાડુના ચેન્નાઈ ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના રામ પવિત્ર રામ (ઉં.51) નામના સુરક્ષાકર્મીએ ગઈકાલે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી કે હાલ પોતાને અમરેલીનાં રાજુલા ખાતે ચૂંટણીલક્ષી ફરજ બજાવવા ચેન્નાઈથી મૂકેલ છે. બે દિવસ પહેલા અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવેલ હતો કે હું એસબીઆઇ કસ્ટમર કેરમાંથી બોલું છું. આવી રીતે વાતોમાં વિશ્વાસમાં લઈ પોતાના મોબાઇલમાં એક લિંક મોકલેલ હતી અને આ લિંક ડાઉન લોડ કરવાનું કહેતા પોતે ડાઉનલોડ કરેલ હતી. બાદમાં આ સુરક્ષાકર્મીની જાણ બહાર તેમનાં બેન્ક ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી રૂ.9.93.299 ઉપડી ગયાનું માલુમ પડેલ હતું. સુરક્ષાકર્મીને પોતે સાયબર ક્રાઇમનો ભોગ બનેલ હોવાનું માલુમ પડતા અજાણ્યા બે મોબાઇલ નંબર વિરોધ ફરિયાદ નોંધાવેલ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક