• સોમવાર, 20 મે, 2024

અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સે ઉભું કર્યું નવું જૂથ કવાડ 2.0ના કેન્દ્રમાં ચીન : ભારત બાકાત છતાં નિશ્ચિંત

મનીલા, તા.7 : અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાએ ફિલિપાઇન્સ સાથે મળી નવું ‘કવાડ’ ઉભું કરવા ગતિવિધિ હાથ ધરી છે તેમ છતાં પહેલેથી જ ‘કવાડ’ સદસ્ય રહેલું ભારત નિશ્ચિંત છે કારણ કે નવા જૂથના કેન્દ્રમાં મુખ્યત્વે ચીન છે અને તેને દક્ષિણ ચીન સાગરમાં કાબૂમાં રાખવાનો છે. નવું જૂથ પહેલેથી કાર્યરત કવાડના સંતુલનકર્તા તરીકે ઉભરી શકે છે. ઇન્ડો-પેસિફિકમાં આ દેશો પોતાની સુરક્ષા મજબૂત કરવામાં લાગેલા છે.

તાજેતરમાં જોવા મળ્યું છે કે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાએ ફિલિપાઇન્સ સાથે મજબૂત ઇન્ડો-પેસિફિક અંતર્ગત પોતાના સૈન્યને સાથે લાવી ચીન વિરુદ્ધ કવાડ ર.0 જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી હરકતો ધ્યાને લઈ આવું કરવામાં આવ્યાનું મનાય છે.

ભારત માટે મુખ્ય મુદ્દો એ બન્યો છે કે તેના કવાડ ભાગીદારો એક નવું જૂથ ઉભું કરી રહ્યા છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં યાત્રા દરમિયાન ચીનને મુખ્ય પડકાર ગણાવતા એશિયામાં બાઇડેન પ્રશાસનની સૈન્ય યોજનાઓ જાહેર કરી હતી. ઓસ્ટિને આ નવા જૂથની પહેલી બેઠક માટે જાપાન, ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઇન્સના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક