• સોમવાર, 20 મે, 2024

આજે ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું એકસાથે પરિણામ

પ્રથમ વખત એક સાથે બન્ને પ્રવાહનાં પરિણામ બોર્ડની વેબસાઇટ પર સવારે 9 વાગ્યે જાહેર કરાશે

ગત વર્ષ કરતા 10 ટકા જેટલું ઊંચું પરિણામ આવવાનો આશાવાદ

અમદાવાદ, રાજકોટ, તા. 8 : ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણી પૂરી થયાના બીજા જ દિવસે, આવતીકાલ તારીખ 9 મેના રોજ ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર કરાશે. આ વર્ષે બોર્ડ દ્વારા એકંદરે સરળથી મધ્યમ પ્રકારના પ્રશ્નો વધુ પુછાયા હોવાથી ગત વર્ષ કરતા પરિણામ 10 ટકા ઊંચું આવે એવો આશાવાદ શિક્ષકો વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ વખત જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે, એક સાથે જાહેર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાત બોર્ડની પરીક્ષા આપનારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 4.61 લાખ જેટલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે.

આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ સહિત , વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, ગુજસેટ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ જાહેર થશે. સવારે 9 વાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને વ્હોટ્સએપનાં માધ્યમથી પરિણામ મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર વોટ્સએપ પર મોકલી પરિણામ મેળવી શકશે તેમજ બોર્ડની વેબસાઇટ |||.લતયબ.જ્ઞલિ પર સવારે 9 વાગ્યા બાદ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.

નોંધનીય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો કે લોકસભા ચૂંટણી માટે મતદાન હોવાનાં કારણે પરિણામ જાહેર કરવામાં આવ્યાં ન હતાં. ગઈકાલે જ મતદાન પૂર્ણ થઈ ગયું હોવાથી આજે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે

બોર્ડે યાદીમાં વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનાં ગુણપત્રક, પ્રમાણપત્ર એન.એસ.આર. શાળાને મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, નામ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટે જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

પાછલાં બે વર્ષનાં બોર્ડનાં પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું વર્ષ 2022નું 86.91 ટકા અને વર્ષ 2023નું 73.27 ટકા પરિણામ જાહેર થયું હતું જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું વર્ષ 2022નું 72 ટકા અને વર્ષ 2023નું 65.58 ટકા પરિણામ જાહેર થયું હતું.

રાજકોટમાં કેટલા વિદ્યાર્થી ?

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે રાજકોટમાં 6 કેન્દ્ર, 42 બિલ્ડિંગમાં 439 બ્લોકમાં 8653 વિદ્યાર્થી માટે તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 19 કેન્દ્રમાં 97 બિલ્ડિંગમાં 844 બ્લોકમાં 26,215 વિદ્યાર્થી નોંધાયા હતા. બન્ને પ્રવાહ મળીને રાજકોટમાં 34,868 વિદ્યાર્થી નોંધાયા હતા.

નવી શિક્ષણ નીતિનો પ્રભાવ રહેશે

બોર્ડના પરિણામ અપેક્ષા મુજબ નહીં આવતા અનેક વિદ્યાર્થીઓ આગળના અભ્યાસથી વંચિત રહી જાય છે. ક્યારેક અતિશય કડકાઈથી ઉત્તરવહી ચેક કરવાનાં કારણે વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે. આવી સ્થિતિ ન થાય તે માટે નવી શિક્ષણ નીતિના પ્રભાવ હેઠળ આ વર્ષથી પેપર હળવાશથી તપાસવા, ગણિતમાં જવાબ સાચો ન હોય તો પણ દાખલાના જેટલા સ્ટેપ્સ સાચા થયા હોય તેના માર્ક આપવા, પાઠયપુસ્તકના બીબાઢાળ શબ્દોની બદલે વિદ્યાર્થીએ પોતાના શબ્દોમાં જવાબનું વર્ણન કર્યું હોય જે સત્યની નજીક હોય તો તેના પણ માર્ક આપવા નિરીક્ષકોને સમજાવટ કરાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક