• સોમવાર, 20 મે, 2024

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની શક્યતા

11થી 13મેના રોજ ગુજરાતમાં માવઠાની શક્યતા, નવસારી, છોટાઉદેપુર સહિત આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઇ વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે

સુરેન્દ્રનગર 43.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : 10 શહેરનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું

અમદાવદા, રાજકોટ, તા.8 : ગુજરાતમાં એક તરફ દેહ દઝાડતી ગરમી પડી રહી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાં ફરી માવઠાનો માહોલ સર્જાશે તેવી આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 11થી 13 મેના રોજ નવસારી, ડાંગ અને છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તેની વચ્ચે આજે સુરેન્દ્રનગર 43.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું અને 10 શહેરમાં 40 ડિગ્રીથી વધુ હવામાન વિભાગ અનુસાર 11 મેથી 13 મે સુધી છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે. જોકે રાજ્યના મહતમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, 8 મેથી 12 મે દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે અને ભેજવાળું હવામાન અનુભવાઈ શકે છે.

આજે અને આવતીકાલે કચ્છ જિલ્લામાં હીટવેવની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ 8 મેથી 12 મે દરમિયાન કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે.

ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર યથાવત્ જોવા મળ્યું હતું. આજે 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.

ક્યાં કેટલું તાપમાન ?

શહેર                  તાપમાન

અમદાવાદ           43

અમરેલી             42

બરોડા                41.2

ભાવનગર            39

ભૂજ                  41.7

દાહોદ                39.9

ડિસા                  40.8

દિવ                   33.1

દ્વારકા               32

ગાંધીનગર           42.7

જામનગર                      34.5

કંડલા                 36.2

પોરબંદર             34.6

રાજકોટ              42.4

સુરત                  42.4

સુરેન્દ્રનગર          43.1

વેરાવળ              33.8

ઇ-પેપરના નવા શુલ્ક