• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

ગોંડલ પાસેથી પ.પ6 લાખના દારૂ સાથે બે ઝડપાયા

ગોંડલ, તા.11: ગત રાત્રીનાં તાલુકા પોલીસે મોટા મહીકા રોડ પર મામાદેવ મંદિર પાસેથી છોટા હાથી ઝડપી લઈ તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની રૂ.પ,પ6,ર00ની કિંમતની 1363 બોટલ મળી આવતા છોટા હાથી સહિત કુલ રૂ.7,76,200નો મુદ્દામાલ કબજે કરી ચાલક તથા તેની સાથે રહેલા અન્ય શખસને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો ગોંડલનાં બે શખસોનો હોવાની કબૂલાત આપતા પોલીસે તેની શોધખોળ કરી છે. પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના તાલુકા પોલીસનાં સંજયભાઈ, પ્રતાપસિંહ, કીશનભાઈ, રાજેશભાઈ, મયુરસિંહ, રાજદેવસિંહ, રવિરાજસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે મોટા મહીકા રોડ પર વિદેશી દારૂનો જથ્થો ભરેલું વાહન પસાર થવાનું છે. આથી વોચ ગોઠવતા જીઓ3એએક્સ 2098 નંબરનું છોટા હાથી શંકાસ્પદ હાલતમાં નીકળતા અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવતા ચાલક વિજય કિશોરભાઈ પરમાર (રે. ગોંડલ સરકારી હોસ્પિટલ સામે, નદી કાંઠે) તથા કપુરીયાપરામાં રહેતા પાર્થ ઉર્ફે ગુડ્ડુ ભીમાભાઈ ડાભીને ઝડપી લઈ પૂછપરછ કરતા દારૂનો જથ્થો ગોંડલ રહેતા રાજુ ભીખાભાઈ પરમાર તથા ભાવેશ દુધરેજીયાનો હોવાનું ખુલતા બન્નેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક