પોલીસે
222 પેટી દારૂ, ટ્રક અને મોબાઈલ મળી 40.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ભાવનગર,
તા.28: ભાવનગર નજીક સણોદર ગામના પાટીયા પાસેથી ભાવનગર પેરોલ ર્ફ્લો સ્ક્વોડની ટીમે
રૂા.25.26 લાખની કિંમતના વિદેશી દારૂની 222 પેટી ભરેલ ટ્રક સાથે બે પરપ્રાંતીય શખસો
ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત
થતી માહિતી મુજબ ભાવનગર પેરોલ ર્ફ્લો સ્ક્વોડ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પેટ્રોલીંગમાં
હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સણોદર ગામના પાટિયા પાસેના જોધપુર બાડમેર દાલ બાટી
ચુરમા હોટલ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલ ટ્રક ઝડપી લીધો હતો.
ટ્રકમાંથી
ભારતીય બનાવટના વિદેશી દારૂની 6228 બોટલ (222 પેટી) વિદેશી દારૂ કિં.રૂા.25,26,480/-
મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, ટ્રક તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂા.40,36,480/-ના
મુદામાલ સાથે સત્યનારાયણ ઉર્ફે સુરેશ જીવારામ મેઘવાલ અને શેતાનસિંગ શ્રવણ મીનાની ધરપકડ
કરી બંનેની પુછપરછ કરતા દારૂનો આ જથ્થો લાલસીંગ દુલિગસિંગ રાજપૂતે મોકલ્યો હોવાનું
અને વિદેશી દારૂનો આ જથ્થો પસવીના રહેવાસી રાજદીસિંહ નાથુભા સરવૈયાને આપવાનો હોવાનું
જણાવતા તમામ વિરૂદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે.