• બુધવાર, 04 જૂન, 2025

સુપેડી નજીક ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી : દારૂનો જથ્થો ઝડપાયો બોલેરોનું ચેકીંગ કરતા રૂ.3,18,000નો દારૂ મળી આવ્યો

ધોરાજી, તા.1: ધોરાજી તાલુકા વિસ્તારમાં રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર વી.વી. ઓડેદરા, પીએસઆઇ એચ.સી. ગોહિલ અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઇ જોશી સહિત રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધોરાજી વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે સુપેડી અને નાનીવાવડી ગામની વચ્ચે ઇંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ કરવામાં આવી રહ્યું હોય તે મામલે લોકો ક્રાઇમ બ્રાન્ચ એક બોલેરો કારનું ચેકિંગ કરવામાં આવતા તેમાંથી રૂ.3,18,000ની કિંમતનો ઇંગ્લીશ દારૂનો જથ્થો અને એક આરોપી ઝડપાયો હતો. આરોપી સરમણ ઉર્ફે વિજય રમેશભાઇ હૂણ રે. કેરાળાને પકડી લીધો છે. જ્યારે વિપુલ માંડાભાઇ રબારી રહેવાસી જૂનાગઢને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયેલ જથ્થામાં રૂ.3,18,000ની કિંમતનો ઇંગ્લીશ દારૂનો જથ્થો તેમજ બોલેરો કારની કિંમત આશરે 3 લાખ કુલ રૂ.6,18,000ના મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક