પરિવારનો સંપર્ક કરી અભયમ ટીમે પુત્રીને પરિવારને સોંપી : દારૂડિયા પિતા સાથે પુત્રીને ન મોકલવા સલાહ
તળાજા,
તા.1: તળાજામાં હાઈવે પર રાત્રીના સમયે દારૂ પી રસ્તા પર સુઈ ગયેલા પિતાને જગાડવા મથતી
12 વર્ષીય બાળકીની વ્હારે 181 અભયમ ટીમે આવી પરિવારજનોને બોલાવી બાળકીને પરિવારને સોંપવામાં
આવી હતી.
તળાજામાં
જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી એક 12 વર્ષની બાળકી રસ્તા માં
બેઠી છે અને તેના પિતા દારૂ પીને રસ્તામાં
સુઈ ગયા છે જેથી મદદની જરૂર છે.તેમ જણાવતા
181ના કાઉન્સેલર, પાયલોટ અને મહિલા કોન્સ્ટેબલ ઘટના સ્થળે દોડી ગયા હતા. બાળકીની
સાથે પ્રેમપુર્વક વાતચીત કરતા બાળકીએ જણાવેલું કે હું મારા પપ્પા સાથે બપોરે 2 વાગ્યાની
આસપાસ મારા ઘરે (મહુવા)થી ત્રાપજ મારા ફઈના ઘરે જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં મારા
પપ્પાએ દારૂ પીધો હોવાથી ગાડી ચલાવી શકતા ન હોય સાંખડાસર પહોંચતા અચાનક રસ્તામાં ગાડી
ઊભી રાખીને સુઈ ગયા છે. મારા પપ્પા પાસે ફોન ન હોય અને ઘરનો ફોન નંબર યાદ ન હોય. બાળકીની
સાથે વાતચીત કર્યા ત્યારબાદ 181ટીમે સ્થાનિક લોકોની મદદથી ત્રાપજના અને મહુવાના આજુબાજુ
ગામના લોકોનો સંપર્ક કરી બાળકીના ફઈ-ફુવા અને કાકાનો સંપર્ક કરી બોલાવવામાં આવ્યા હતા.
બાળકીને 181 ટીમે તેના ઘરે (મહુવા )મૂકવા ગયેલા અને તેના માતા અને કાકાની મુલાકાત લઈ
તેનો પતિ નશો કરતો હોવાથી હવે પછી બાળકીને તેની સાથે એકલી ન મોકલવા
જણાવ્યું
હતું.