મોડાસા, તા.18: શામળાજીની રતનપર ચેકપોસ્ટ પાસેથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રાજસ્થાન પંથકમાંથી આવતા ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાં પાઉડરની આડમાંથી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકમાંથી રૂ.13.ર3 લાખની કિંમતનો દારૂ-બીયરની બોટલો સહિત 9પ88 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ-ટ્રક-મોબાઇલ સહિત રૂ.ર3.રપ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રાજસ્થાન પંથકના ટ્રકચાલક શંકર નારાયણ મીણા, ભૈરુસિંહ મેઘસિંહ રાજપૂતને ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછતાછમાં બન્ને શખસે આ દારૂનો જથ્થો રાજસ્થાનના બુટલેગર વિજય સહિત સાત બુટલેગરે સપ્લાય કર્યો હતો અને સુરતના ભંવરલાલ શર્મા નામના બુટલેગરે મગાવ્યો હતો. પોલીસે તમામ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.