• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ભાવનગરમાં ક્રેપના ધંધાર્થીનો રાજકોટના શખસના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ

ભાવનગર, તા.7 : મૂળ ત્રાપજના વતની અને હાલમાં અંનતવાડી વિસ્તારમાં રહેતા અને ક્રેપનો ધંધો કરતા જીતેન્દ્રસિંહ જશુભાઈ ગોહિલ નામના વેપારીએ તેની ઓફિસમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં જીતેનદ્રસિંહ ગોહિલને રાજકોટના તીર્થરાજસિંહ ગોહિલે ત્રણેક માસ પહેલા ફોન કરી જામનગરની દ્વારકાધીશ  પ્રા.લી.નામની કંપની સાથે બોગસ જીએસટી બિલ બનાવવા માટે કોઈ માણસની જરૂર હોવાનું જણાવ્યું હતું. આથી જીતેન્દ્રસિંહ ગોહિલે કશ્યપ પંડયા ઉર્ફે કે.પી.નો સંપર્ક કરતા કશ્યપ પંડયાએ બોગસ જીએસટી બિલ બનાવી આપતા જામનગરની દ્વારકાધીશ પ્રા. લી. કંપનીએ તા.6/પ ના તેના બેન્ક ખાતામાં રૂ.1કરોડ રર લાખ પપ હજારની કશ્યપ પંડયાના કહેવાથી ગાયત્રી ટ્રેડિંગના ખાતામાં જમા કરાવ્યા હતા અને બાદમાં આ રકમ પરત કરવાના બદલે કશ્યપ પંડયા નાણાં લઈ નાસી છૂટયો હતો.

આ પ્રકરણ સંદર્ભે જીતેન્દ્રસિંહ પાસેથી બળજબરીથી નાણાં કઢાવવા માટે તીર્થરાજસિંહ ગોહિલ દ્વારા ધાકધમકી આપવામાં આવતા આ પગલું ભરી લીધાનું ખૂલ્યું હતું. પોલીસે રાજકોટના તીર્થરાજસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ

કરી હતી.