• શુક્રવાર, 03 મે, 2024

અમદાવાદમાં રેલવે યાર્ડની દીવાલ ધરાશાયી થતા બે નાં મૃત્યુ

4 લોકો દટાયા : દીવાલ પાસે નાખવામાં આવેલી માટીના કારણે ધસી પડી હોવાનું તારણ

અમદાવાદ, તા.19: અમદાવાદના અસારવા વિસ્તારમાં દાદા હરીની વાવ પાસે આવેલી યાર્ડની દિવાલ ધરાશાયી થતા 4 લોકો દટાયા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહેંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. બે લોકોને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. દિવાલ ધરાશાયી થતા કાર, રીક્ષા ટુ વ્હીલર વાહનો દબાઈ ગયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ દિવાલ વર્ષો જુની હતી. જેની ફૂટપાથ પર મૃતક સિદ્દીક પઠાણ પોતાનું ગેરેજ ચલાવતો હતો. મૃતક માનસંગ જાટ રેલવે યાર્ડમાં ટ્રકનો ડ્રાઈવર હતા. તે જ્યારે ગેરેજ પાસે બેઠા હતા ત્યારે જ આ દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. અસારવા રેલ્વે યાર્ડ નજીક રેલ્વેની કામગીરી ચાલી રહી અને તેની માટી આ દિવાલ પાસે નાખવામાં આવી હતી. આ માટી વધુ નજીક આવી જતા દિવાલ ઘસી પડી હોવાનું મનાય છે. પોલીસે આ સબંધે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક